Western Times News

Gujarati News

ચીન તાઈવાનના મામલે સરહદો સળગાવે એવી શક્યતા

યુક્રેેન મામલે અમેરીકા રશિયા સામે યુધ્ધ નહી લડે પણ તાઈવાન પર ચીન હુમલોે કરશે તો અમેરીકાને મેદાનમાં આવવુ પડશે

(પ્રતિનિધિ દ્વારા) નવીદિલ્હી, રશિયા-યુક્રેન વચ્ચેે યુધ્ધની પરિસ્થિતિ તેની અંતિમસીમાએ લગભગ પહોંચી ગઈ છે. રશિયાના કોઈપણ લશ્કરી પગલાઓ સામે નાટો દેશોની ધરી બંધાઈ ગઈ છે. અમેરીકાના નેતૃત્વ હેઠળ નાટો દેશોએ રશિયા પર આર્થિક પ્રતિબંધો લગાવ્યાની શરૂઆત કરી દીધી છે.

રશિયા યુક્રેન પર હુમલો કરશે તો આ પ્રતિબંધો વધુ કડક કરાશે. અલબત્ત, અમેરીકા રશિયા સાથે યુધ્ધ કરવાના મૂડમાં નથી અને તેણે જણાવી પણ દીધુ છે.

નાટો દેશો યુક્રેન શસ્ત્ર-સરંજામની મદદ કશે. પરંતુ પોતાના સૈનિકો ભૂમિ પર ઉતારવાના નથી. આ યુધ્ધ યુક્રેને જાતે લડવુ પડશે. રશિયાની જંગી સેના અને શસ્ત્રો સામે યુક્રેન કઈ રીતે લડી શકશે?? અફઘાનિસ્તાન-ઈરાકમાં અમેરીકાને આર્થિક નુકશાન થયુ હતુ. પરંતુ તેના જવાનોને પણ ગુમાવ્યા છે.

તેથી અમેરીકા ફિઝીકલી રશિયા સાથે યુધ્ધમાં ઉતરવા માંગતુ નથી. જાે યુક્રેનને યુધ્ધ લડવાનુ આવશે તો રશિયા સામે પોતાની તાકાત પર જ આત્મનિર્ભર રહેવુ પડે તેમ છે. બીજી તરફ અત્યારે રશિયાનું ખાસ મિત્ર ગણાતુ ચીન પણ આડકતરી રીતે તેના સપોર્ટમાં છે.

આખુ વિશ્વ જાણે છે કે ચીનની નજર તાઈવાન પર છે ચીન તાઈવાનને પોતાનો ભાગ ગણાવી રહ્યુ છે. ચીને તાઈવાનનો મુદ્દો છેડ્યો છે. તેણે જાપાનના અધિકારીને કસ્ટડીમાં લેતા ભારે ઉહાપોહ થયો હતો. જાપાને તેનો વિરોધ કરતા અધિકારીને છોડી દેવામાં આવ્યા છે. ખાનગી ચેનલોમાં આ અહેવાલો પ્રસિધ્ધ થયા હતા.

ઉલલેખનીય છે કે કવાડ દેશોમાં જાપાનનો સમાવેશ થયો છે. રશિયા યુક્રેન પર હુમલો કરશે તે સાથે જ તાઈવાનનો મામલો આગળ લાવશે. અમેરીકા યુક્રેનમાં એગેજ હશે તેનો ભરપૂર ફાયદો લેવા ચીન પ્રયાસ કરશે તેમ સંરક્ષણ નિષ્ણાંતોએ જણાવી રહ્યા છે. યુક્રેનતાઈવાનના મામલામાં ફરજ જરૂર છેેે યુક્રેન સાથે અમેરીકાની કોઈ સમજુતી નથી. પણ તાઈવાનના સંરક્ષણની જવાબદારી અમેરીકા પર છે.

તેથી ચીન તાઈવાન પર હુમલો કરશે તો અમેરીકાને સીધુ મેદાનમાં આવવુ પડે એમ છે. ક્વાડ દેશોમાં અન્ય દેશોની સાથે ભારતનો સમાવેશ થાય છે. યુક્રેન-રશિયાના મામલે ભારતે તટસ્થ ભૂમિકા ભજવી છે. પરંતુ તાઈવાનના મુદ્દે ભારત માટે ગુૃચવણભરી પરિસ્થિતિ થશે.

કારણ કે ચીનની નજર માત્ર તાઈવાન પર જ નથી, ભારતના અરૂણાચલ પ્રદેશ, લદ્દાખ પર પણ તેની નજર છે. તો પાકિસ્તાનને અંડર એસ્ટીમેટ કરવાની જરૂર નથી. રશિયા-ચીનની ધરી સાથે પાકિસ્તાન જાેડાઈ જાય એવી પૂરી શક્યતાઓ છે.

એક વખત પાકિસ્તાનના આર્થિક હીત સચવાઈ જશે તો તે કાશ્મીરનો મુદ્દો ઉછાળવાનો પ્રયાસ જરૂર કરશે એવુૃં અનુમાન છે. કારણ કે પાકિસ્તાન છાશવારે આ મુદ્દો ઉછાળતુ આવ્યુ છે. જેમ ભારત રશિયા- યુક્રેનના મામલે તટસ્થ રહ્યુ છે તેમ ચીન સાથે માથાકૂટ થાય તો રશિયા પણ ભારતનો માર્ગ અપનાવશે.

આવા સંજાેગોમાં ભારતે તાઈવાનના મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરવુ પડી શકે છે. રશિયા- ચીન પાકિસ્તાનની સંયુક્ત ધરીમાં ભારતને સ્વાભાવિક રીતે નુકશાન થાય તેમ છે. અમેરીકા સીધી રીતે યુધ્ધમાં નહીં ઝંપલાવે તો ભારતે પણ યુક્રેનની માફક એકલા જ ચીનનો સામનોક રવોપડે એવી શક્યતાઓ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.