Western Times News

Gujarati News

ચીન તાલિબાન સરકારમાં પોતાનો સહયોગી બેસાડવા માંગે છે: જો બાયડન

વોશિંગ્ટન, સંયુક્ત રાજ્ય અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાયડનમાં મંગળવારે ચીનને આડે હાથ લીધું છે. તેની સરખામણી પાકિસ્તાન સાથે કરી છે.વ્હાઈટ હાઉસમાં આયોજિત એક સંવાદદાતા સમ્મેલનમાં બાયડનના સંવાદદાતાઓને કહ્યું કે ચીનને તાલિબાનની સાથે એક વાસ્તવિક સમસ્યા છે. આ કારણ છે કે તાલિબાનની સાથે કેટલીત વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. મને એ વાતનો ભરોસો છે. જેવું પાકિસ્તાન કરે છે તેવુ જ રશિયા અને ઈરાન કરે છે. તે તમામ એ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તેમણે ક્યારે શું કહેવાનું છે.

અમેરિકન રાષ્ટ્રપતિનું નિવેદન એ સમયે આવ્યું છે જ્યારે તાલિબાનના અઠવાડિયાના વિચાર વિમર્શ બાદ અફઘાનિસ્તાનમાં એક નવી સરકારની જાહેરાત કરી છે. આ કેબિનેટમાં એક પણ મહિલાને જગ્યા નથી મળી. સંયુક્ત રાજ્ય અમેરિકા નવા મંત્રિમંડળના ગઠનને લઈને ઘણી ચિંતિત છે. તેને એ ખબર છે કે ચીન નવા તાલિબાન શાસનને પોતાના સહયોગિયોમાંથી એકને ત્યા રજુ કરવાની તૈયારી કરી રહ્યું છે.

કાબુલના પતનની પહેલા જ ચીને તાલિબાનને યુદ્ધ ગ્રસ્ત રાષ્ટ્રના વૈધ શાસકના રુપમાં માન્યતા આપવાની તૈયારી કરી દીધી હતી. આ ઉપરાંત અશરફ ગની શાસન પડવાના કેટલાક અઠવાડિયા પહેલા ચીની વિદેશ મંત્રી વાંગ યીના ગ્રુપની સાથે મૈત્રીપૂર્ણ સંબંધ વિકસિત કરવા માટે મુલ્લા અબ્દુલ ગની બરાદર સાથે મુલાકાત કરી હતી. વાંગ યીએ ૨૯ ઓગસ્ટે અમેરિકા વિદેશ મંત્રી એંથની બ્લિંકનની સાથે ફોન પર વાત કરી.

વ્હાઈટ હાઉસે કહ્યું કે બાયડન પ્રશાસનની પાસે ન્યૂયોર્ક ફેડરલ રિઝર્વ દ્વારા રાખવામાં આવેલા અફઘાની સોના, રોકણ અને વિદેશી મુદ્રા ભંડારની જારી કરવાની કોઈ હાજર યોજના નથી. ઉલ્લેખનીય છે કે તાલિબાનના કબ્જા બાદ આને ફ્રીજ કરી દેવામાં આવ્યા હતા.

જાે કે રાજનીતિક વિશેષજ્ઞોનું કહેવું છે કે જાે ચીન, રશિયા અને કોઈ અન્ય દેશ તાલિબાનને ધન પુરુ પાડવાનું ચાલુ રાખશે તો તાલિબાનને આ આર્થિક લાભની વધારે જરુર નહીં પડે. એ જણાવવામાં આવ્યું છે કે બજિંગને રોકાણ કરવામાં થોડોક સમય લાગી શકે છે. તે અફઘાનિસ્તાનની સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.