ચીન: થાળીમાં ભોજન વધ્યું તો થશે એક લાખનો દંડ
ચીન ખાદ્યાન્ન સંકટની સ્થિતિને પહોંચી વળવા માટે નવી નીતિ લાગૂ કરી છે. જે હેઠળ ભોજન બર્બાદ કરવા પર લોકો અને હોટલ રેસ્ટોરન્ટ પર દંડ લગાવવામાં આવશે. ચીનની રાષ્ટ્રપતિ શી જિનપિંગે તેને ‘ઓપરેશન ઈમ્પ્ટી પ્લેટ’ નામ આપ્યું છે. જેનો ઉદ્દેશ્ય લોકોને એ વાત માટે પ્રેરિત કરવાનો છે કે એટલું જ ખાઓ જેટલી જરૂર છે.
ચીનમાં ભોજનનો બગાડ એ હદે થઈ રહ્યો છે જેનો અંદાજો એક રિપોર્ટ પરથી લગાવવામાં આવી શકે છે. જેમાં કહેવામાં આવ્યું છે કે માત્ર શંઘાઈ અને બિજિંગમાં જ લોકો દર વર્ષે એટલા અન્નનો બગાડ કરે છે. જેટલામાં લગભગ પાંચ કરોડ લોકોને આખા વર્ષ માટે ભોજન આપી શકાય છે.