ચીન દ્વારા થનારા પડકારોનો સીધો સામનો કરાશે: જાે બાઇડેન
વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડો બાઇડેને કહ્યું છે કે ચીન દ્વારા આવનારા પડકારોનો અમેરિકા સીધી રીતે સામનો કરશે પરંતુ આ સાથે જ દેશ હિતમાં બીજીંગ સાથે મળી કામ કરવાથી પણ કતરાશે નહીં.
બાઇડેને વિદેશ મંત્રાલયના કર્મચારીઓને ફોગી બોટમ મુખ્યાલયમાં સંબોધન કરતા કહ્યું કે અમે ચીન દ્વારા આર્થિક શોષણનો મુકાબલો કરીશું માનવાધિકારો બૌધ્ધિક સંપદા અને વૈશ્વિક શક્તિઓ પર ચીનના હુમલાને ઓછો કરવા માટે દંડાત્મક કાર્યવાહી કરીશું.
ચીનને લઇ તેમના પ્રશાસનની નીતિ કેવી રહેશે તેના સંકેત આપતા તેમણે કહ્યું કે અમેરિકાના હિતની વાત આવે છે તો અમે બેજીંગની સાથે મળી કામ કરવા પણ તૈયારી છીએ અમે અમારા સાથીઓ તથા ભાગદારોની સાથે કામ કરી, આંતરરાષ્ટ્રીય સંસ્થાનોમાં પોતાની ભૂમિકાને નવુ રૂપ આપી આપણી વિશ્વસનીયતા અને નૈતિક અધિકારને ફરી પ્રાપ્ત કરતા દેશની અંદર સ્થિતિ સારી બનાવવા માટે કામ કરીશું.
બાઇડેને કહ્યું કે આથી જ આપણે આંતરરાષ્ટ્રીય સ્તર પર અમેરિકાની ભાગીદારી બહાલ કરવા અને સંયુકત પડકારો પર વૈશ્વિક કાર્યવાહીને ઉત્પ્રેરિત કરવા માટે નેતૃત્વની સ્થિતિમાં આવવા માટે કામ શરૂ કરી દીધુ છે આ પહેલા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવન કરવા માટે નેતૃત્વની સ્થિતિમાં આવવા માટે કામ શરૂ કરી દીધુ આ પહેલા રાષ્ટ્રીયુ સુરક્ષા સલાહકાર જેક સુલિવને પત્રકારોને કહ્યું હતું કે તેમની પ્રાથમિકતા ગોલ્ડમેન સેકસ માટે ચીનમાં પહોંચ પ્રાપ્ત કરવાની નથી તેમણે કહ્યું કે અમારી પ્રાથમિકતા ચીનના આર્થિક શોષણનો સામનો કરવાનો છે જેનાથી અમેરિકી નોકરીઓ અને અમેરકી કર્મચારી પ્રભાવિત થઇ રહ્યાં છે.HS