ચીન પર નજર રાખવા ઇઝરાયેલ પાસેથી 200 કરોડ ડોલરનાં ખર્ચે AWACS ખરીદવામાં આવશે
નવી દિલ્હી, લદ્દાખમાં ચીનની પિપલ્સ લિબરેશન આર્મીની સાથે ચાલી રહેલી તંગદીલી દરમિયાન મોદી સરકાર બે ફાલ્કન હવાઇ ચેતવણૂી અને નિયંત્રણ પ્રણાલી (AWACS) ખરીદવાની યોજના આગામી સપ્તાહની શરૂઆતમાં પુરી થશે. ભારત પાસે 360 ડિગ્રી પર ફરનારા રોટોડોમ સાથે લાગેલા ત્રણ ફાલ્કન AWACS અને ડીઆરડીઓ નિર્મિત બે AWACS છે, ત્યાં જ ચીન પાસે 28 અને પાકિસ્તાન પાસે 7 છે, જે વિષમ પરિસ્થિતીઓમાં હવાઇ હુમલાની કમાન્ડ આપવાનું કામ કરે છે.
સરકાર સંપુર્ણ પ્રક્રિયાને લઇને તૈયાર છે, અધિગ્રહણનો મુસદ્દો છેલ્લા સપ્તાહે સુરક્ષા મામલેનાં કેબિનેટ કમિટિની સમક્ષ રાખવામાં આવ્યો, આ બીજી વખત છે, જ્યારે સીસીએસ સુધી પહોંચ્યું છે, ગઇ વખતે સીસીએસએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલનો પ્રસ્તાવ મોકલ્યો અને કેટલાક સ્પષ્ટીકરણ માંગ્યા હતાં. ફાલ્કન રડારની કિંમત લગભગ 100 કરોડ ડોલર છે, ત્યાંજ તેના પ્લેટફોર્મની કિંમત 100 કરોડ ડોલર છે, રડાર અને પ્લેટફોર્મને ઇઝરાયેલમાં તૈયાર કરવામાં આવશે, આખી સિસ્ટમ ભારતમાં આવતા લગભગ ત્રણ વર્ષ લાગશે. ભારતીય હવાઇ દળ દ્વારા 26 ફેબ્રુઆરીનાં બાલાકોટ હુમલા પછી પાકિસ્તાની હવાઇ હુમલા દરમિયાન સૌથી પહેલા તેની જરૂરીયાત અનુભવાઇ હતી.