ચીન પર ફરી એકવાર ડિજિટલ સ્ટ્રાઈકઃ પબ્જી સહિત 118 ચાઈનિઝ એપ પર પ્રતિબંધ
નવી દિલ્હી, સરહદ પર ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે ફરી એકવાર ચાઈનિઝ એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. મળતી જાણકારી પ્રમાણે પબ્જી સહિત 118 ચાઈનિઝ મોબાઈલ એપ્લિકેશન પર આઈટી મંત્રાલયે પ્રતિબંધ મુક્યો છે. ઉલ્લેખનિય છે કે, આ પહેલા પણ ચાઈનિઝ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવાયો હતો. હાલમાં જ સરકારે પહેલા 59 એપ પર પ્રતિબંધ લાદ્યો હતો જેમાં ટીકટોક પણ સામેલ હતું. બાદમાં વધુ 47 એપ પર પ્રતિબંધ મુક્યો હતો. જ્યારે આજે ફરી સરકાર તરફથી પબ્જી સહિત 118 એપ પર પ્રતિબંધ મુક્યો છે.