ચીન પર ભારતની બીજી ‘ડિજિટલ સ્ટ્રાઈક’! વધુ 47 ચાઈનીઝ એપ્સ પર રોક
નવી દિલ્હી: મોદી સરકારે ચીનની ટેક કંપનીઓ વિરુદ્ધ વધુ એક મોટી કાર્યવાહી કરી છે. ભારત સરકારે ચીનની વધુ 47 એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. સરકારના આ પગલાને ચીન પર બીજી ડિજિટલ સ્ટ્રાઈક કહેવાઈ રહી છે. હકીકતમાં આ 47 ચાઈનીઝ એપ્સ અગાઉ બેન કરવામાં આવેલ 59 એપ્સની ક્લોનિંગ કરી રહી હતી. જેમ કે, ચાઈનીઝ એપ્સ TikTok પર પ્રતિબંધ મૂકાયા બાદ TikTok લાઈટ તરીકે તે કામ કરી રહી હતી.
અગાઉ સરકારે ચીનની 59 એપ્લિકેશન પર બેન લગાવ્યો હતો. જેમાં TikTok, ShareIt, Helo અને કેમ સ્કેનર સહિત અનેક પૉપ્યુલર એપ્સ સામેલ હતી. આ સિવાય જાણવા મળ્યું છે કે, સરકારે બીજી 275 ચાઈનીઝ એપ્સનું લિસ્ટ બનાવ્યું છે. જેની નેશનલ સિક્યોરિટી અને વાયલેશનને લઈને તપાસ કરવામાં આવી સકે છે. ચીની એપ્સનું જે નવું લિસ્ટ બનાવવામાં આવ્યું છે. તેમાં કેટલીક ટૉપ ગેમિંગ એપ્સ પણ સામેલ છે. શક્ય છે કે, આગામી સમયમાં ભારતમાં અનેક પૉપ્યુલર ચાઈનીઝ ગેમ્સ ઉપર પણ પ્રતિબંધ મૂકાઈ શકે છે. જેમાં PubG અને અલી એક્સપ્રેસ જેવી લોકપ્રિય એપ્સ છે. ભારતમાં આ એપ્સના કરોડો યુઝર્સ છે.