ચીન પહેલા અમેરિકામાં કોરોના ફેલાયો હતો: રિપોર્ટમાં દાવો
વોશિંગ્ટન, અત્યાર સુધી પુરી દુનિયામાં એ માનવામાં આવતું હતું કે કોરોના વાયરસ ચીનના વુહાન શહેરથી ફેલાયો છે પરંતુ અમેરિકાના સેંટર્સ ફોર ડિજીજ કંટ્રોલ એન્ડ પ્રેવેન્શન સીડીસીનો રિપોર્ટ તેનાથી ઉલટ છે તે કોરોના મહામારીને લઇ નવો ખુલાસો કરી રહ્યાં છે આ સરકારી અભ્યાસ અનુસાર અમેરિકામાં ગત વર્ષ ડિસેમ્બરમાં જ કોરોના વાયરસ ફેલાવવા લાગ્યો હતો.
રિપોર્ટ અનુસાર તેના કેટલાક સમય બાદ વાયરસ ચીનમાં જણાયો અને એકત મહીના બાદ આરોગ્ય પ્રશાસનને પહેલો મામલો મળ્યો એ યાદ રહે કે કોરોના ફેલાયા બાદથી જ અમેરિકા સતત ચીન પર વાયરસ ફેલાવવાનો આરોપ લગાવી રહ્યું છે આ નવા અભ્યાસથી બંન્ને દેશો વચ્ચેનો તનાવ વધી શકે છે.
અમેરિકાના એક મીડિયા સંસ્થાન અનુસાર સ્ટડીમાં તે પુરાવાને બળ મળે છે જે અનુસાર સ્વાસ્થ્ય પ્રશાસન અને શોધકર્તાઓને સંક્રમણની બાબતમાં માહિતી મળતા પહેલા જ વાયરસ દુનિયાભરમાં ફેલાઇ રહ્યો હતો સીડીસીએ અમેરિકન રેડ ક્રોસના કલેકટ કરવામાં આવેલ ૭,૩૮૯ બ્લડ સેંપલનો અભ્યાસ કર્યો તેમાંથી ૧૦૬ સંક્રમણ જણાયા હતાં.
આ સેંપલ ગત વર્ષ ૧૩ ડિસેમ્બરથી ૧૭ જાન્યુઆરીની વચ્ચે લેવામાં આવ્યા હતાં તેને બાદમાં એ જાણવા માટે ટેસ્ટ કરવામાં આવ્યા હતાં કે શું તેમાં કોરોના વાયરસનોસામનો કરનારી એટીબોડીઝ છે રિપોર્ટમાં શોધકર્તાએ કહ્યું કે એવું મુમકિન છે કે સાર્સ કોવ ૨ અમેરિકામાં ગત વર્ષ ડિસેમ્બરમાં આવ્યો હતો જયારે હજુ સુધી એવું માનવનામાં આવી રહ્યું છેકે તે ત્યાં બાદમાં પહોંચ્યું છે.
દુનિયાભરમાં કોરોનાના પ્રકોપ બાદ અમેરિકા સતત ચીન પર હુમલાખોર રહ્યું છે તે સમયના અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે કોરોનાને ચીની વાયરસ પણ કહી દીધો હતો જાે કે ચીને આ આરોપને ફગાવી દીધા પરંતુ બાકી દેશોએ તેના પર માહિતી છુપાવવાનો અને ખોટું બોલવાનો આરોપ લગાવ્યો.
ચીની એકાદમી ઓફ સાઇસેઝના વૈજ્ઞાનિકોની એક ટીમે કહ્યું હતું કે કોરોના વાયરસ સંભવત ૨૦૧૯ની ગરમીમાં ભારતમાં પેદા થયો હતો. ચીની ટુકડીએ દાવો કર્યો હતો કે કોરોના વાયરસ પશુઓથી દુષિત જળના માધ્યમથી ઇસાનમાં પ્રવેશ કર્યો અને ત્યારબાદ તે વુહાન પહોંચ્યો હતો.
એ યાદ રહે કે કોરોનાએ વિશ્વમાં કહેર વર્તાવ્યો છે. અમેરિકા ભારત અને બ્રાઝીલમાં તો કોરોનાને કારણે સૌથી વધુ લોકો પ્રભાવિત થયા છે ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોના ફેલાવવાના કારણે લોકડાઉન રાખવાની ફરજ પડી હતી અને કોરોનાને કારણે અનેક દેશોની અર્થવ્યવસ્થા પર અસર પડી છે.HS