ચીન પાકને મજબૂત બનાવવા જહાજો તૈયાર કરીને આપશે
બેઈજિંગ, ચીને ભારતના દુશ્મન પાકિસ્તાને વધુ મજબૂત કરવા માટે આર્થિક સહયોગની સાથે યુદ્ધ માટેની સામગ્રી પણ પૂરી પાડવા માંડી છે.ચીને આ અઠવાડિયે પોતાના ચાર સૌથી આધુનિક જહાજમાંથી એક લોન્ચ કર્યું છે. ચીન આ જહાજ પાકિસ્તાન માટે બનાવી રહ્યું છે. ચીન અને પાકિસ્તાનની વચ્ચે રક્ષા સાધનોને લઈને આ સહયોગ એવા સમયે સામે આવ્યો છે જ્યારે બંનેની સાથે જ ભારતનો તણાવ જારી છે. પાકિસ્તાન અને ચીનની વચ્ચે સંબંધ મજબૂત છે.
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf
આ અંગે પાકિસ્તાની નૌસેનાએ પોતાના નિવેદનમાં કહ્યું કે આ જહાજથી અમને પોતાના ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા કાયમ કરવામાં મદદ મળશે. નિવેદનમાં આ જહાજોની કિંમતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જોકે, રિપોર્ટસ અનુસાર દરેક જહાજની કિંમત ૩૫૦ મિલિયન ડૉલર કરતાં વધારે છે. પાકિસ્તાની સેનાના નિવેદન અનુસાર, આ જહાજ પાકિસ્તાની નૌસેનાના સૌથી આધુનિક અને મોટા જહાજોમાંથી એક હશે અને ભવિષ્યના પડકારથી ઉકેલ મેળવવામાં મદદ કરશે. ચીની કંપની ચારેય જહાજોને પાકિસ્તાનને વર્ષ ૨૦૨૧ સુધી સોંપી શકે છે.
ચીની મીડિયા અનુસાર, આનાથી પાકિસ્તાની નૌસેનાની કૉમ્બેટ ક્ષમતા બેગણી થઈ જશે. ચીન અથવા પાકિસ્તાન કોઈથી પણ ભારતનો ટકરાવ વધે છે તો ભારતને બંને દેશોનો સામનો કરવો પડશે. ભારતના પૂર્વ સેના પ્રમુખ અને વર્તમાન સીડીએસ જનરલ બિપિન રાવત પણ કહી ચૂક્યા છે કે ભારતની સેના એક સાથે અઢી મોર્ચા સાથે જંગ માટે તૈયાર છે. પાકિસ્તાન અને ચીન વચ્ચે માત્ર સૈન્ય ભાગીદારી જ નહીં પરંતુ આર્થિક ભાગીદારી પણ મજબૂત થઈ છે. પાકિસ્તાન ચીનની બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવિટની વૈશ્વિક મુહિમનો ભાગ પણ છે. ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કૉરિડોર હેઠળ ચીન છેલ્લા ૬ વર્ષમાં પાકિસ્તાનમાં લગભગ ૩૦ અરબ ડૉલરનું રોકાણ કરી ચૂક્યા છે.SSS