Western Times News

Gujarati News

ચીન-પાક. કંપનીઓ માટે હવે માલિકોની માહિતી ફરજિયાત

ચીન-પાકિસ્તાન સ્થિત આંતરરાષ્ટ્રીય કંપનીઓએ દેશમાં કંપનીના ટેન્ડર ભરતા પહેલા તમામ વિગતો આપવી પડશે
નવી દિલ્હી, ભારત સરકાર અથવા જાહેર ક્ષેત્રની કોઈપણ કંપનીના કોન્ટ્રાક્ટ માટે ટેન્ડર ભરતા પહેલા ચીન અને પાકિસ્તાનમાં સ્થિતિ આંતરરાષ્ટ્રીય કંપનીઓએ પહેલા તો સરકાર સમક્ષ પોતાના તમામ ડિરેક્ટર, તેમની રાષ્ટ્રીયતા, કંપનીનો ભવિષ્યનો ઓનરશિપ પ્લાન રજૂ કરવો પડશે. ત્યાર બાદ જ આ કંપનીઓ ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેવા માટે સક્ષમ બનશે. આ ઉપરાંત કંપનીની તમામ પેટા કંપનીઓ અને ૧૦ ટકા શેરહોલ્ડિંગ ધરાવતા તમામ લોકોની માહિતી પણ આપવી પડશે. ભારત સાથે સરહદ ધરાવતા દેશોની કંપનીઓ પર વધુ આકરી તપાસ નીતિ અપનાવવાની જાહેર કર્યા બાદ ભારત સરકારે આશરે ત્રણ મહિના પછી ચીન અને પાકિસ્તાન સ્થિત કંપનીઓ માટે કેટલાક નિયમો લાવી છે.

ગયા અઠવાડિયે બહાર પાડવામાં આવેલા આ માર્ગદર્શિકાના પરિણામે કોન્ટ્રાક્ટ્‌સ માટે પણ સુરક્ષા મંજૂરી લેવી ફરજીયાત બનશે, જેમાં મોબાઇલ ઉપકરણો અને લેપટોપની સપ્લાયથી લઈને કેટલાક ખાસ ઉપકરણોને પૂરા પાડવા અને દેશભરમાં રસ્તાઓ અને ટનલ બનાવવા માટેના કોન્ટ્રાક્ટનો સમાવેશ થઈ શકે છે.

આ પગલાની અસર ફક્ત ચીનના લાઇટ અને પાવર સેક્ટરની કંપનીને જ નહીં કે જે દેશમાં પાવર પ્રોજેક્ટ્‌સ અને રોડ કન્સ્ટ્રક્શન કરે છે, પણ શાઓમી અને ઓપ્પો જેવી કંપનીઓને પણ થશે. જે ભારતમાં સ્માર્ટફોન સપ્લાય કરવાના કરાર માટે ટેન્ડરમાં ભાગ લે છે.

આ ઉપરાંત ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અને ૫ય્ જેવા બિઝનેસમાં હુવેઈ અને ઝેડટીઈ જેવી કંપનીનો પ્રવેશ પણ સુરક્ષા મંજૂરી પર ર્નિભર કરશે. ઉદ્યોગ અને આતંરિક વેપારના પ્રમોશન(ડીપીઆઈઆઈટી) માટેના મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ ૧૪ પેજના ઓફિસ મેમેરેન્ડ લદ્દાખમાં ચીન દ્વારા સરહદ તણાવ વધારવામાં આવ્યા બાદ ચીનની કંપનીઓની તપાસ કરવાના સરકારના ર્નિણયનું પાલન કરતું દેખાય છે.

Click on logo to read epaper English Click on logo to read epaper Gujrati

કંપનીઓ દ્વારા સબમિટ કરવામાં આવેલા ડેટાના આધારે, મુખ્ય સિક્યુરિટી અને ડીપીઆઈઆઈટી અધિકારીઓની બનેલી પેનલ દેશના આકર્ષક પબ્લિક સેક્ટર બિઝનેસમાં આ કંપનીઓના પ્રવેશને મંજૂરી આપશે.

એફડીઆઈથી વિપરીત, જ્યાં નિયમો અંગે પર હજુ ચર્ચા ચાલી રહી છે, સરકારી કોન્ટ્રાક્ટ કિસ્સામાં કેન્દ્રએ ચાઇનીઝ કંપનીના “ઓનરશિપ” છે કે નહીં તે નક્કી કરવા માટે ૧૦% થ્રેશોલ્ડ નક્કી કરવાનો ર્નિણય લીધો છે. કંપનીના શેર હોલ્ડિંગમાં કોઈપણ પ્રકારના ફેરફારને વિદેશી કંપનીઓએ તાત્કાલિક ધોરણે સરકારને જાણ કરવી પડશે. કંપનીની માલિકીના લાભની માહિતી ત્યારે જ શેર કરવા જણાવ્યું છે જ્યારે તેનો ભાગ ૧૦ ટકાથી વધારે હોય.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.