ચીન ફકત ભારત માટે જ નહીં પરંતુ અમેરિકા માટે પણ ખતરો બની રહ્યું છે
નવીદિલ્હી: ચીન ફકત ભારત માટે જ નહીં પરંતુ દુનિયાના સુપરપાવર અમેરિકા માટે પણ ખતરો બનતુ જઇ રહ્યું છે અમેરિકાના રક્ષા વિભાગ પેંટાગનના એક વરિષ્ઠ કમાંડર એડમિરલ ફિલ ડેવિડસને પોતાના સાંસદોને કહ્યું કે ચીને ૨૧મી સદીમાં સૌથી મોટા દીર્ઘકાલિક રણનીતિક ખતરો પેદા કરી દીધો છે. પેંટાગને આરોપ લગાવ્ય ોછે કે ક્ષેત્ર માટે બીજીંગના ખુબ જ ખતરનાક દ્ષ્ટિકોણમાં ભ્રષ્ટ,સહ ઓપ્ટ સરકારો વ્યવસાયો માટે પાર્ટીનો પુરો પ્રયાસ સામેલ છે ડેવિડસને કહ્યું કે જેમ કે ચીન પીએલએનો આકાર વધી રહ્યો છે અને પોતાની સંયુકત ક્ષમતાઓને આગળ વધારવામાં આવી રહ્યું છે સંયુકત રાજય અમરિકા અને તેમના સહયોગીઓ માટે ઇડો પેસિફિકમાં સૈન્ય સંતુલન વધુ પ્રતિકૂળ થતું જઇ રહ્યું છે.
યુએસ ઇડો પેસિફિક કમાંડના કમાંડર એડમિરલ ફિલ ડેવિડસને હાઉસ આર્મ્ડ સર્વિસેજ કમિટિના સભ્યોને બતાવ્યું કે ૨૧મી સદીમાં સૌથી મોટા દીર્ઘકાલિક રણનીતિક ખતરો પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના છે. કોમ્યુનિસ્ટ પારટી ઓફ ચાઇના આપણી સ્વતંત્ર અને ખુલા દ્ષ્ટિકોણથી ઉલટ આંતરિક ઉત્પીડનના માધ્યમથી એક બંધ અને સત્તાવાદી વ્યવસ્થાને પ્રોત્સાહન આપી છે સાથે જ ચીન બહારી આક્રમકતાને પ્રોત્સાહન આપે છે.
એ યાદ રહે કે કમાંડરે ભારત ચીન વિવાદને લઇને પણ કહ્યું હતું કે ચીન હજુ પણ એલએસી પર અનેક ભાગોથી પાછળ હટયુ નથી આ તે જગ્યા છે ત્યા ંચીને સીમા પર વિવાદ દરમિયાન કબજાે કર્યો હતો યુએસ ઇડો પેસિફિક કમાંડના કમાંડર એડમિરલ ફિલિપ્સ ડેવિડસને કોંગ્રેસની સુનાવણી દરમિયાન સીનેટની આર્મ્ડ સર્વિસેજ કમિટિના સભ્યોને આ માહિતી આપી ડેવિડસને અમેરિકામાં સીનેટની સુનાવણી દરમિયાન ટીપ્પણીમાં કહ્યું કે પીએલએ હજુ સુધી સીમા વિવાદ બાદ ઘેરાઇ ગયેલ અનેક આગળની પોસ્ટથી પોતાના પગલા પાછળ કર્યા નથી
જાે કે ચીન અને ભારતીય સેનાએ લદ્દાખમાં પૈગોંગ ત્સોની આસપાસ વિવાદિત સીમાના કેટલાક ભાગોથી પોત પોતાન સૈનિકોને પાછા લીધા છે પરંતુ પૈગોગ સો વિસ્તારમાં એલએસીની પાસે વિવાદ બાદ ગોગરા હોટ સ્પ્રિગ્સ વિસ્તાર દેમચોક અને દેવસાંગ મેદાનોમાં અન્ય વિવાદો પર કોઇ પ્રગતિ થઇ નથી તેમણે કહ્યું કે ચીને દબાણ વધારવા માટે અને પુરા વિસ્તારમાં પોતાનો પ્રભાવ વિસ્તારવા માટે એક આક્રમક સૈન્ય વલણ અપનાવ્યું છે ચીનની વિસ્તારવાદી મહત્વાકાક્ષાઓ પશ્ચિમી સીમા પર જાેવા મળી રહી છે જયાં તેના સૈનિકો ભારતીય સૈન્ય દળોની સાથે ગતિરોધમાં સામેલ છે.