Western Times News

Gujarati News

ચીન બાદ ઈટલીમાં કોરોના વાયરસનો સૌથી વધુ કહેર, અત્યાર સુધી ૧૦૭ લોકોનાં મોત

રોમ,  કોરોના વાયરસથી ઈટલીમાં મૃતકોનો આંકડો ૧૦૦ને પાર પહોંચી ગયો અને સંક્રમણની ઝપેટમાં આવનારા લોકોની સંખ્યા ૩,૦૦૦થી ઉપર જતી રહી છે. સરકારે આ જાણકારી આપી છે. છેલ્લા ચોવીસ કલાકમાં વધુ ૨૮ લોકોએ જીવ ગુમાવ્યા જેના કારણે મૃતકોની સંખ્યા ૧૦૭ થઈ ગઈ છે. ચીનની બહાર કોરોના વાયરસથી મરનારા લોકોની આ સૌથી મોટી સંખ્યા છે. અધિકૃત આંકડાઓ અનુસાર ઈટલીમાં અત્યાર સુધી સંક્રમણના ૩,૦૮૯ કેસ નોંધવામાં આવ્યા છે. ઈટલીમાં કોરોના વાયરસના કારણે ભોગ બનેલા લોકોની સંખ્યા ૧૦૭ પહોંચતા જ આ સંક્રમણને ફેલાતો રોકવા માટે તમામ સ્કૂલ અને યુનિવર્સિટીઓને ૧૫ માર્ચ સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. સરકારે આ આદશે બુધવારે આપ્યો છે. અહીં કોરોના વાયરસના કેસ ૩ હજારથી ઉપર પહોંચ્યા છે.

નોંધનીય છે કે, દુનિયામાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. બુધવારે ચીનમાં ૧૧૯ નવા કેસ સામે આવ્યા પરંતુ તેમાંથી માત્ર પાંચ કેસ જ આ વાયરસના કેન્દ્ર વુહાનથી હતા. દેશમાં ૮૦,૨૭૦ કેસ સામે આવ્યા છે અને ૨,૯૮૧ લોકોનાં મોત થયા છે. ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆએ કહ્યું કે હુબેઈ પ્રાંતમાં આ સંક્રમણ બાદ બનાવવામાં આવેલી હાસ્પિટલો બંધ થવાની શક્યતા છે કારણ કે અહીં હજાર પથારીઓ ખાલી પડી છે.

ચીનમાં રોગચાળાનો રૂપ લઈ ચૂકેલા કોરોના વાયરસે હવે ભારતમાં પોતાનો કહેર વરસાવવાનો શરૂ કરી દીધો છે. બુધવોર તેનાથી સંક્રમિત લોકોની સંખ્યા અચાનક વધીને ૨૯ થઈ ગઈ છે. સંક્રમિત લોકોમાં ૧૬ ઈટાલિયન પ્રવાસીઓ પણ છે.કોરોના વાયરસના ખતરાને જોતાં વિદેશ યાત્રા કરી ભારત આવનારા તમામ પ્રવાસીઓની એરપોર્ટો પર તપાસ કરવામાં આવશે. અત્યાર સુધી કોરોના વાયરસથી સંક્રમણના દાયરાવાળા ૧૨ દેશોથી ભારત આવનારા પ્રવાસીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું હતું.આ ઉપરાંત અન્ય પગલા ઉઠાવાઇ રહ્યાં છે.

આ દરમિયાન, ગુડગાંવમાં પેટીએમના એક કર્મચારીને તપાસમાં કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું બહાર આવ્યું છે. કંપનીએ બધુવારે એક નિવેદનમાં કહ્યું કે કર્મચારી થોડા સમય પહેલા જ ઈટલીથી રજાઓ માણીને આવ્યો હતો, જે કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાંથી એક છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે વિદેશોમાં ૧૭ ભારતીય કોરોના વાયરસથી સંક્રમિત છે જેમાંથી જાપાનના ક્રૂઝ જહાજથી ૧૬ કેસ સામે આવ્યા છે જ્યારે યુએઇથી એક ભારતીય તેમાં સામેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.