ચીન ભારતીયોની નોકરી છીનવી પોતાના લોકોને કામ આપી રહ્યું છે

Files Photo
લખનૌ: કોરોના વાયરસને લઇ પુરી દુનિયામાં નફરતનો સાનો કરી રહેલ ચીન ભારતીયો પર ગુસ્સો ઉતારી રહ્યું છે.બંન્ને દેશો વચ્ચે સંબંધોમાં તિરાડ પહેલાથી જ આવી છે હવે સંક્રમણકાળ બાદ આવેલ આર્થિક સંકટના બહાને તે ભારતીયોને નોકરીમાંથી કાઢી તેમની જગ્યાએ ચીનીઓને રાખી રહ્યું છે.
અલીગંજ નિવસી અદનાન અનેક વર્ષોથી ચીનના શંધાઇમાં એન્જીનીયરના રૂપમાં સેવા આપી રહ્યો હતો કંપનીએ પહેલા તેના વર્ક ફ્રોમ હોમના બહાને ભારત મોકલી દીધો અને ત્યારબાદ અચાનક ઇ મેલ મોકલી દીધો કે ૩૧મેથી તમારી સેવાઓ સમાપ્ત કરવામાં આવી રહી છે.
ખાસ વાત છે કે નોકરીથી કાઢવાનું કારણ બતાવવામાં આવ્યું ન હતું અચાનક નોકરી છીનવાઇ જવાથી પરેશાન અદનાનનો ઘરેલુ સામાન પણ ચીનમાં ફસાયેલ છે કંપની તેને ભારત મોકલવાનો ખર્ચ પણ તેમની પાસે જ માંગી રહ્યો છે.
અદનાને કહ્યું કે ગત વર્ષ ચીનમાં સંક્રમણ ખત્મ થયા બાદ તે નોકરી પર શોધાઇ પહોંચ્યો જાે કે આ વખતે સ્થિતિ બદલાઇ ચુકી હતી અનેક મુખ્ય રેસ્ત્રાંમાં ભારતીયો સહિત અન્ય વિદેશીઓના પ્રવેશ પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો હતો ત્યાં સુધી ે માર્ગના કિનારે ફૂડ સ્ટોલ પર પણ બિન ચીનીઓને ચોરી છુપે ભોજન મળતુ હતું. અદનાને કહ્યું કે કંપનીએ તેમને નોકરીમાંથી કાઢી સ્થાનિક નાગરિક જિયાંગ જાેનને રાખવામાં આવ્યા તેમણે કહ્યું કે તેમની સાથે ગુજરાતના હર્ષલ અને કેરલના પ્રદીપ સહિત અનેક ભારતીયોને બહારનો માર્ગ બતાવવામાં આવ્યો છે ચીન જેવા ખાબ વ્યવહાર કયારેય કોની સાથે અન્ય દેશમાં થયો ન હતો. તેમણે કહ્યું કે ખબર નહીં કેટલા ભારતીયોને મજબુરીથી ચીનથી પોતાના દેશનો માર્ગ પકડવો પડશે
તેમણે કહ્યું કે ચીનમાં તે કંપનીની વિરૂધ્ધ કોઇ કોર્ટમાં ફરિયાદ પણ કરી શકતા નથી કારણ કે ત્યાં વિદેશીઓને મહત્વ આપવામાં આવી રહ્યું નથી ગત વર્ષ જુલાઇમાં જયારે અદનાનની માતાનું નિધન થયું ત્યારે કંપનીએ તેને એમ કહી ભારત જવાની ના પાડી કે આ સ્થિતિમાં વાપસી મુશ્કેલ છે. તેના માટે વીઝા નિયમોમાં ટ્રાવેલ રિસ્ટ્રકશનનો હવાલો આપ્યો જયારે કેટલાક મહીના પહેલા ફરમાન સંભાળ્યું કે પરિવારને ભારત મોકલી દો જેથી વર્ક ફ્રોમ હોમની સ્થિતિમાં મુશ્કેલી ન થાય આથી નોકરી બચાવવા પરિવારનો ભારત મોકલી દીધો