ચીન ભારતીયોને પરત લાવવા મંજુરી આપી રહ્યું નથી
નવીદિલ્હી, ચીનના વુહાન શહેરમાં ફેલાયેલા કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં હડકંપ મચેલો જોવા મળી રહ્યો છે. એક મળતાં રિપોર્ટ મુજબ ચીનમાં અત્યાર સુધીમાં આ વાયરસના કારણે અંદાજે ૨૨૦૦ લોકોનાં મોત નિપજ્યાં છે. કેટલાંક દેશો પોતાના નાગરિકોને ત્યાંથી નિકાળી ચૂક્યાં છે. આ મહિનાની શરૂઆતમાં ભારત તરફી બે વિશેષ વિમાનો દ્વારા અંદાજે ૬૦૦ લોકોને એરલિફ્ટ કરી દેવામાં આવ્યાં હતા.
સૂત્રોને જણાવ્યું કે ફ્રાંસ સહિત અન્ય દેશમાંથી રાહત અને નિકાસી ઉડાન ચીન માટે જઇ રહી છે. દવા સાથે જનારા ભારતીય વિમાનને ચીન સરકાર મંજૂરી આપવામાં કેમ મોડુ કરી રહી છે? શૂં ચીનને ભારતીય સહાયમાં રસ નથી? સૂત્રોએ જણાવ્યું કે ભારત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી મદદની રજૂઆતને યાદ કરાવશે. ચીનને યાદ અપાવવું પડશે કે કેવી રીતે ભારત સરકારે ચીનને દરેક પ્રકારે શક્ય હોય તેટલી મદદ કરવાની રજૂઆતકરી હતી. દવા સાથે આવનારા વિમાનને મંજૂરી આપવામાં કોઇપણ પ્રકારની મંજૂરી આપવામાં મોડુ કરવાનો આરોપને લઇને ઇન્કાર કર્યો છે. ચીનને શુક્રવારે કહ્યું કે બંને દેશોના અધિકારીઓ આ વિમાનની યાત્રાને અંતિમ ઓપ આપવાને લઇને વિચાર વિમર્શ કરી રહ્યાં છે.