Western Times News

Gujarati News

ચીન ભારતે શાંતિ માટે વાતચીત જારી રહેવી જરૂરી: રાજનાથસિંહ

નવીદિલ્હી, પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીનની સાથે છેલ્લા લગભગ ચાર મહીનાથી ચાલી રહેલ ગતિરોૅધની વચ્ચે રક્ષા મંત્રી રાજનાથસિંહે મોસ્કોમાં પોતાની ચીની સમકક્ષ જનરલ વી ફેંગેની મુલાકાત કરી હતી. આ બેઠક બાદ રક્ષા મંત્રી કાર્યાલયે જણાવ્યું હતું કે રક્ષા મંત્રીએ સંદેશ આપ્યો છે કે એલએસી પર શાંતિની પૂર્ણ બહાલી સુનિશ્ચિત કરવા માટે ભારત અને ચીનને કુટનીતિક અને સૈન્ય ચેનલોના માધ્યમથી પોતાની ચર્ચા જારી રાખવી જાેઇએ.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

રક્ષા મંત્રીએ સ્પષ્ટ કર્યું કે ભારતીય સૈનિકોએ હંમેશા સીમા પ્રબંધન પ્રત્યે ખુબ જ જવાબદાર વલણ અપનાવ્યું છે પરંતુ ભારતની સંપ્રભુતા ક્ષેત્રીય અખંડતાની રક્ષા આપણા સંકલ્પની બાબતમાં પણ કોઇ શંકા હોવી જાેઇએ નહીં. રક્ષા મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે ચીની સૈનિકોની કાર્યવાહી મોટી સંખ્યામાં સૈનિકોને એકત્ર કરવા તેમના આક્રમણ વ્યવહાર અને એકતરફી રૂપથી યથાસ્થિતિને બદલવાના પ્રયાસ દ્વિપક્ષીય સમજૂતિનો ભંગ છે.

સુત્રોના જણાવ્યા અનુસાર રક્ષા મંત્રી રાજનાથ અને ચીની રક્ષા મંત્રીની વચ્ચે થયેલ લગભગ અઢી કલાકની વાતચીતનો મુખ્ય ફોકસ લાંબા સમયથી કાયમ સીમા વિવાદને ખતમ કરવાનો અને શાંતિ બહાલ કરવાનો હતો પુરી વાતચીતનું કેન્દ્ર બિંદુ ઢ પૂર્વી લદ્દાખમાં તનાવ ઓછો કરવા માટે વચ્ચેનો માર્ગ કાઢવા પર જ ટકેલી હતી.

શંધાઇ સહયોગ સંગઠન સભ્ય દેશોના રક્ષા મંત્રીઓની બેઠકથી બહાર આ મુલાકાતમાં રક્ષા મંત્રીએ પોતાના ચીની સમકક્ષ જનરલ વી ફેંગેને સ્પષ્ટ કહ્યું કે પૂર્વી લદ્દાખમાં ગતિરોધ પહેલાની સ્થિતિ કાયમ કરે તેમણે સ્પષ્ટ કહ્યું કે શાંતિ માટે ચીનને સેના પાછળ હટાવવી જ પડશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.