ચીન માટે જાસૂસી કરનારા પત્રકારની ધરપકડ: સંરક્ષણને લગતા દસ્તાવેજો મળ્યા
નવી દિલ્હી, ભારત અને ચીનના ટકરાવ વચ્ચે દિલ્હી પોલીસે એક ફ્રી લાન્સ પત્રકાર રાજીવ વર્માની ધરપકડ કરી છે.આ પત્રકારને ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ અટકાયતમાં લેવાયો છે. પોલીસે આરોપ મુક્યો છે કે, તેમની પાસે સંરક્ષણ સાથે સંકળાયેલા કેટલાક દસ્તાવેજો મળી આવ્યા છે.હાલમાં તેને 6 દિવસના રીમાન્ડ પર લેવાયો છે. પૂછપરછમાં ખબર પડી છે કે, આ પત્રકાર ચીન માટે જાસૂસી કરી રહ્યો હતો.રાજીવ શર્મા સંખ્યાબંધ અખબારો માટે કામ કરી ચુક્યો છે.તેને 14 સપ્ટેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસનુ કહેવુ છે કે, અન્ય એક પત્રકારની પણ આ સંદર્ભમાં પૂછપરછ ચાલી રહી છે.રાજીવ શર્મા પાસેથી જે દસ્તાવેજો મળ્યા છે તે ચીનને આપવાના હતા.આ પહેલા પણ તે કેટલાક દસ્તાવેજો આપી ચુક્યો છે. પત્રકાર સામે વિેદેશ મંત્રાલયને ફરિયાદ મળી હતી.તેની પણ તપાસ કરાઈ રહી છે.રાજીવ શર્મા સાથે એક ચીન અને એક નેપાળી નાગરિકની પણ ધરપકડ કરાઈ છે.જેઓ બોગ કંપનીઓ થકી પૈસા પૂરા પાડતા હતા.