ચીન મેડિકલ સપ્લાય મોંઘી કરીને પોતાના ખિસ્સા પણ ભરી રહ્યું છે
બીજિંગ: કોરોના મહામારીની બીજી લહેરને લઇને ભારત મુશ્કેલીમાં છે, આ જાણતા હોવાછતાં પણ ચીન નફાખોરીની આદતની બાજ આવતું નથી. એકતરફ તે નવી દિલ્હીની સંભવ પ્રયત્નનો દેખાવો કરે છે, બીજી તરફ ઓક્સિઝન કંસંટ્રેટૅર જેવી કેટલીક કોવિડ-૧૯ મેડિકલ સપ્લાય મોંઘી કરીને પોતાના ખિસ્સા પણ ભરી રહ્યું છે. જાેકે બીજિંગનું કહેવું છે કે તેને મજબૂરીમાં કિંમત વધારવી પડી છે, કારણ કે ભારતની માંગ પુરી કરવા માટે કાચો માલ આયાત કરવો પડી રહ્યો છે.
જાેકે હોંગકોંગમાં ભારતની દૂત પ્રિયંકા ચૌહાણએ તાજેતરમાં જ ચીન સાથે મેડિકલ સપ્લાયની કિંમતોમાં વધારો રોકવા માટે કહ્યું હતું. પ્રિયંકા ચૌહાણે કહ્યું હતું કે ઓક્સિજન કંસંટ્રેટરો જેવી મેડિકલ સપ્લાયની કિંમતોમાં વધારો અને ભારત માટે માલવાહક ઉડાનોના અવરોધના લીધે ચિકિત્સા સામાનોની આવક ધીમી થઇ રહી છે. હવે તેનો જવાબ આપતાં બીજિંગે વધતી જતી કિંમતોને યોગ્ય ગણાવી છે.
ચીનના વિદેશ મંત્રાલયની પ્રવક્તા હુઆ ચુનયિંગએ કહ્યું કે ભારતની માંગને પુરી કરવા માટે અમે અમારી કંપનીઓને પ્રોત્સાહિત કરી રહ્યા છીએ.
પરંતુ મોટાભાગની માંગના કારણે તેમને આયાત કરવું પડી રહ્યું છે જેના લીધે ભાવ વધી રહ્યા છે. હુઆએ કહ્યું કે ઉદાહરણ તરીકે ઓક્સિજન કંસંટ્રેટરની માંગ ભારતમાં થોડા સમયમાં ઘણી વધી ગઇ અને કાચા માલની અછત છે. એવામાં કંપનીઓને કાચો માલ આયાત કરવા પર મજબૂર થવું પડે છે. તેના લીધે કિંમતોમાં ઉછાળો આવ્યો છે.
હુઆ ચુનયિંગએ માલવાહક ઉડાનોને બાધિત થવા વિશે કોઇ સીધો જવાબ આપ્યો નહી, પરંતુ કહ્યું કે બીજિંગ ઔધૌગિક આપૂર્તિ શૃંખલાઓને ખુલી રાખવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે ‘અમે વૈશ્વિક ઔદ્યોગિક અને આપૂર્તિ શ્રૃંખલાઓને સુચારુ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ અને તે આશા રાખીએ છીએ કે તમામ પક્ષ વૈશ્વિક ઔદ્યોગિક સ્થિરતા સુનિશ્વિત કરશેઅ ને રાજકીય ઉદ્દેશ્યો માટે આ શૃંખલાઓને બાધિત કરવાના બદલે મળીને કામ કરીશું.