ચીન રશિયાની મદદ કરશે તો ગંભીર પરિણામ ભોગવવા પડશે: બાયડેન
નવી દિલ્હી, મંગળવારે રશિયા-યુક્રેન યુદ્ધનો ૨૦મો દિવસ છે. રશિયા યુક્રેનના શહેરોના રહેણાંક વિસ્તારોમાં સતત બોમ્બમારો કરી રહ્યું છે.
યુદ્ધમાં રશિયાની હાલત પણ ખરાબ થઈ રહી છે. અમેરિકન મીડિયાએ દાવો કર્યો છે કે રશિયાએ હુમલામાં ઉપયોગ કરવા માટે ચીન પાસેથી સૈન્ય ઉપકરણોનો સહયોગ માંગ્યો છે. આ પછી સોમવારે રોમમાં અમેરિકા અને ચીનની સરકારોના ટોચના સહયોગી દેશો વચ્ચે બેઠક યોજાઈ હતી. અમેરિકાએ ચીનને ચેતવણી આપી છે કે યુક્રેન યુદ્ધમાં રશિયાની મદદ ન કરે.
અમેરિકાએ સ્પષ્ટ કહ્યું કે રશિયાને સૈન્ય મદદ આપવાના કિસ્સામાં ચીનને તેના પરિણામો ભોગવવા પડશે. જાે કે, રશિયાના રાષ્ટ્રપતિ કાર્યાલય, ક્રેમલિને સ્પષ્ટ કર્યું છે કે તેણે ચીન પાસેથી કોઈ સૈન્ય મદદ માંગી નથી. ચીન દ્વારા રશિયાને નાણાકીય સહાયની ઓફર કરવાની સંભાવના રાષ્ટ્રપતિ જાે બાયડેન માટે ઘણી ચિંતાઓમાંની એક છે.
વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવે સ્પષ્ટપણે ચીનને ચેતવણી આપી હતી કે તે રશિયાને વૈશ્વિક પ્રતિબંધો, સજા ટાળવામાં મદદ કરવાથી દૂર રહે. તેમણે કહ્યું કે તેઓ રશિયાને આર્થિક ક્ષેત્રમાં આગળ વધવા નહીં દે. સંવેદનશીલ બાબતો પર ચર્ચા કરતા એક અમેરિકી અધિકારીએ કહ્યું કે તાજેતરના દિવસોમાં રશિયાએ યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધમાં આગળ વધવા માટે લશ્કરી સાધનો સહિત ચીનના સમર્થનની વિનંતી કરી હતી.
તેનો અહેવાલ ફાઈનાન્સિયલ ટાઈમ્સ અને ધ વોશિંગ્ટન પોસ્ટ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો. યુક્રેન પર રશિયાના આક્રમણથી ચીન તેના બે સૌથી મોટા વેપારી ભાગીદારો, યુએસ અને યુરોપિયન યુનિયન સાથે સંવેદનશીલ સ્થિતિમાં મૂકાઈ ગયું છે.
જાેકે, આ સમગ્ર મામલે ક્રેમલિને કહ્યું કે તેણે ચીન પાસેથી કોઈ સૈન્ય મદદ માંગી નથી. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે યુક્રેન સાથે વ્યવહાર કરવા માટે રશિયા પાસે પૂરતા લશ્કરી સંસાધનો અને સમય છે.SSS