ચીન સપ્ટેમ્બર સુધી કોરોનાની વેક્સીન લોન્ચ કરી શકે છે

પ્રતિકાત્મક
બેઈજિંગ, કોરોના વાયરસ વેક્સીનને લઈને ચીનના એક વરિષ્ઠ વૈજ્ઞાનિકે દાવો કર્યો છે કે, સંક્રમિતોની સારવાર માટે સપ્ટેમ્બર બાદ ક્યારેય પણ બજારમાં આવી શકે છે. તેમણે જણાવ્યું છે કે, આ વૈશ્વિક મહામારીનો સામનો કરવા માટે હર્ડ ઈમ્યુનિટી નહીં પરંતુ વેક્સીનાઈઝેશન જ મુખ્ય ઉકેલ હશે. વેક્સીનનું ટ્રાયલ અંતિમ તબક્કામાં છે અને વહેલી તકે આને લઈને અમે મોટી જાહેરાત કરી શકીએ છીએ. ચીનના પ્રમુખ સલાહકાર ડા. જોંગ નાનશાને જણાવ્યું છે કે, અમે કોરોના વાયરસ માટે અનેક વેક્સીન પર કામ કરી રહ્યા છે. તેમાંથી કેટલીક વેક્સીન સપ્ટેમ્બરથી લઈને ડિસેમ્બરની વચ્ચે હોસ્પિટલમાં સારવાર માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ડા. જોંગે એપ્રિલના અંતમાં જણાવ્યું હતું કે, ચીન સપ્ટેમ્બર સુધી જીવલેણ બીમારી માટે એક સફળ વેક્સીન લગાવવાની તૈયાર કરી રહ્યું છે. વેક્સીનનો ઉપોયગ વાયરસને રોકવા માટે કરવામાં આવશે. વેક્સીન કે પછી દવા વિકસીત કરવામાં સમય લાગે છે. ડા જોંગ નાનશાને બ્રિટિશ સરકારની હર્ડ ઈમ્યુનિટી થિયરી પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે, આનાથી લાખો લોકોનો જીવન જોખમમાં મુકાઈ શકે છે. તેનાથી બચવા માટે વેક્સીન સિવાય અન્ય કોઈ ઉપાય નથી.