ચીન સાથેનો વિવાદ નથી ઉકેલાયો, યથાસ્થિતિ બરકરાર
નવી દિલ્હી: પૂર્વ લદાખમાં ચીનની સાથે ચાલી રહેલી સરહદ વિવાદની વચ્ચે રક્ષા મંત્રી રાજનાથ સિંહએ મોટું નિેવેદન આપ્યું છે. રાજનાથ સિંહનું કહેવું છે કે ચીનની સાથે લદાખ સરહદ પર ચાલી રહેલા વિવાદનો હજુ કોઈ યોગ્ય ઉકેલ નથી નીકળ્યો. એલએસી પર યથાસ્થિતિ બનેલી છે.
રક્ષા મંત્રીએ કહ્યું કે, ચીનની સાથે વાતચીતનો દોર ચાલુ છે, ટૂંક સમયમાં સૈન્ય સ્તરની વધુ એક મંત્રણા થવાની છે. જાેકે, હજુ સુધી જે પણ ચર્ચા થઈ છે તેનું કોઈ પરિણામ નથી નીકળ્યું, હજુ યથાસ્થિતિ બનેલી છે પરંતુ તે પણ યોગ્ય નથી. રક્ષા મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે જાે કોઈ દેશ વિસ્તારવાદની નીતિ અપનાવે છે તો ભારતની પાસે એટલી તાકાત છે કે તેને રોકી શકે. રાજનાથ સિંહે કહ્યું કે, ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી સરહદને લઈ વિવાદ છે,
એવામાં સારું હોત કે તે પહેલા ઉકેલાઈ જાત. જાે તે વિવાદ ખતમ થઈ જાત તો આજની સ્થિતિ ન હોત. ચીન પોતાની સરહદ તરફ ઇન્ફ્રાસ્ટ્રાક્ચરનું કાર્ય કરી રહ્યું છે પરંતુ ભારત પણ પોતાની આર્મી અને નાગરિકો માટે કામ કરી રહ્યું છે. અમે કોઈ પર આક્રમણ કરવા માટે નહીં પરંતુ આપણી સુવિધા માટે આવું કરી રહ્યા છીએ.
રક્ષા મંત્રીએ આ ઉપરાંત કહ્યું કે, અમારી તૈનાતીમાં કોઈ પણ બાંધછોડ નહીં કરવામાં આવે. મને લાગે છે કે તેમની તૈનાતીમાં પણ કોઈ ઘટાડો નહીં આવે. મને નથી લાગતું કે યથાસ્થિતિ એક સકારાત્મક પરિણામ છે. મંત્રણા ચાલુ છે અને તે એક સકારાત્મક પરિણામ આપે એવી અમારી અપેક્ષા છે.
રાજનાથ સિંહે ભારત-ચીન સરહદ મામલો પર પરામર્શ અને સમન્વય કાર્યતંત્રની કાર્ય પ્રણાલીનો ઉલ્લેખ કર્યો, જેની બેઠક આ મહિનાની શરૂઆતમાં થવાની હતી. સાથોસાથે કહ્યું કે જાે આગામી ચરણની સૈન્ય મંત્રણા કોઈ પણ સમયે થઈ શકે છે.
નોંધનીય છે કે, ભારત અને ચીનની વચ્ચે લગભગ એપ્રિલ મહિનાથી જ લદાખ સરહદ પર તણાવ ચાલી રહ્યો છે. બંને દેશોની આર્મી મોટી સંખ્યામાં સરહદ પર તૈનાત છે. અત્યાર સુધી બે દેશોની આર્મી અનેક ચરણની મંત્રણા કરી ચૂકી છે પરંતુ કોઈ પરિણામ નથી મળ્યું.