ચીન સાથે તનાવ વચ્ચે લદ્દાખ સહિત સાત રાજયોમાં ૪૪ પુલોનું રાજનાથે ઉદ્ધાટન કર્યું
નવીદિલ્હી: ભારત અને ચીમમાં સીમા પર જારી તનાવ વચ્ચે રક્ષા મંત્રી રાજનાથસિંહે આજે સાત રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સીમા સડક સંગઠન (બીઆરઓ) દ્વારા બનાવવામાં આવેલ ૪૪ પુલોની વીડિયો કોન્ફરન્સીગ દ્વારા ઉદ્ધાટન કર્યું દેશની સીમાઓને સુરક્ષિત કરવાની દિશામાં આ એક ખુબ મહત્વપૂર્ણ છે રક્ષા મંત્રાલય અનુસાર બીઆરઓ દ્વારા નિર્મિત આ ૪૪ પુલોમાંથી ૧૦ જમ્મુ કાશ્મીર,સાત લદ્દાખ,બે હિમાચલ પ્રદેશ ચાર પંજાબ,આઠ ઉત્તરાખંડ આઠ અરૂણાચલ પ્રદેશ અને ચાર સિક્કિમમાં છે આ ઉપરાંત તેમણે અરૂણાચલ પ્રદેશના તવાંગ માટે નેચિપુ સુરંગની પણ આધારશિલા રાખી
કાર્યક્રમને સંબોધિત કરતા રક્ષા મંત્રી રાજનાથસિંહે પહેલા પાકિસ્તાન અને હવે ચીન એવું લાગે છે કે સીમા વિવાદને એક મિશનના ભાગના રૂપમાં નિર્મિત કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશ ફકત દ્ઢ સંકલ્પની સાથે સંકટનો સામનો કરશે એટલું જ નહીં પરંતુ અનેક વિસ્તારોમાં મોટી અને વધુ પરિવર્તન પણ લાવી રહ્યાં છે.
રાજનાથે કહ્યું કે આ પુલોના નિર્માણથી આપણા પશ્ચિમી ઉત્તરી અને ઉત્તરપૂર્વ વિસ્તારમાં સૈન્ય અને નાગરિક પરિવહનની સુવિધા વધશે અમારા સશસ્ત્ર દળના જવાન મોટી સંખ્યામાં તે વિસ્તારોમાં તહેનાત છે જયાં વર્ષભર પરિવહન ઉપલબ્ધ થતા નથી
તેમણે કહ્યું કે લોકડાઉન મુદ્ત દરમિયાન પણ બીઆરઓએ પૂર્વોત્તર રાજય ઉત્તરાખંડ હિમાચલ જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં પરિચાલન જારી રાખ્યું બીઆરઓએ એ સુનિશ્ચિત કરવાના પોતાનું કામ જારીરાખ્યુ કે દુરના સ્થાનો પર બરફની નિકાસી થવામાં વિલંબ ન થાય.
પુલોના ઉદ્ધાટન પર સીમા સડક સંગઠનના મહાનિર્દેશક લેફિટનેંટ જનરલ હરપાલસિંહે કહ્યું કે અમે અસ્થાયી પુલોને સ્થાયી પુલોમાં પરિવર્તન કર્યા છે આ વર્ષ આપણા આપણી ક્ષમતા ત્રણ ગણી વધારે કરવાનું કામ કરી રહ્યાં છીએ. આ આર્થિક વિકાસ બુનિયાદી માળખાનો વિકસ પર્યટન અને અમારી સામરિક શક્તિઓની વિરૂધ્ધ તેજીમાં મદદ કરશે. લદ્દાથખમાં ૪૦-૫૦ પુલ બનાવાશે