ચીન સાથે યુધ્ધ થાય તો?? ભારતના મિત્ર દેશો સાથ આપશે?!
(પ્રતિનિધિ દ્વારા) નવીદિલ્હી: ચીન સાથે સરહદ પર તનાવની સ્થિતિનું નિર્માણ થઈ ગયુ છે. બંન્ને દેશોના સૈનિકો વ્ચ્ચે થયેલા ઘર્ષણમાં ભારતના ર૦ જવાનો શહિદ થતાં કેન્દ્ર સરકાર ચોંકી ઉઠી છે. અને ચીન સાથે લાલ આંખ કરવાનું નકકી કર્યુ હોય તેમ ચીનની સેના સામે ભારતીય સેનાને ઉતારી છે. ભારતીય હવાઈદળના ફાયટર વિમાનો ચીન સરહદે સતત સર્વેલન્સ કરી રહ્યા છે
તો ટાહી વિમાનો ચીન સેનાની ગતિ પર નજર રાખી રહ્યા છે. ચીનના સૈનિકોની કાયરતાપૂર્ણ હરકતને વિશ્વના દેશોએ વખોડી કાઢી છે. ભારતે તો ચીનની તમામ સ્તરેથી ઘેરાબંધીની શરૂઆત કરી દીધી છે. તેના ભાગરૂપે ચીનની બનાવટની વસ્તુઓનો ઉપયોગ નહીં કરવાની સાથે કરારો પણ રદ્દ કરવાની શરૂઆત કરી દીધી છે તો સરહદે ચીન અવળચંડાઈ કરે તો મિલેટરી એકશન લેવા સુધીની તૈયારીઓ કરી લીધી હોવાનું કહેવાય છે. જા ચીન જાડે યુધ્ધ થાય તો ભારતના મિત્ર દેશોનું વલણ કેવું રહેશે તેને લઈને ચર્ચાઓ ઉઠી રહી છે.
ભારતના મિત્ર દેશોમાં અમેરીકા, રશિયા, જાપાન, ફ્રાંસ, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોનો સમાવેશ થાય છે. વડાપ્રધાને વિશ્વના અનેક દેશો સાથેના સંબંધો મજબુત કર્યા છે. પણ આપણે ત્યાં કહેવત છે ને કે ‘દુઃખ કે મુસીબતમાં જે કામમાં આવે તે દોસ્ત’ મતલબ એ કે ચીન જાડે ટકરાવ થાય અને તેમાંથી યુધ્ધની શરૂઆત થાય તો ઉપરોક્ત દેશોમાંથી ભારતની પડખે કોણ ઉભુ રહેશે. અમેરીકા સાથેના સંબંધો અત્યારે ટોચ પર છે. અમેરીકા-ભારત વચ્ચે દોસ્તીપૂર્ણ માહોલ છે.
ભારતના વડાપ્રધાન અમેરીકા ગયા અને અમેરીકાના રાષ્ટ્રપતિ અહિંયા આવ્યા ત્યારે સમગ્ર વિશ્વએ બંન્ને દેશોના રાષ્ટ્રના વડા વચ્ચે આત્મિયતા જાઈ હતી. ત્યારબાદ જે કરારો થયા તેને સૌ કોઈ જાણે છે. જેમાં સંરક્ષણ કરાર અતર્ગત ભારતને હેલિકોપ્ટર્સ તોપ સહિતના સાધનો ઉપલબ્ધ થયા છે.
અમેરીકા તેનું સ્ટેન્ડ નહીં બદલે તો ભારતે ડરવાની જરૂર નથી. રશિયાના ભારત અને ચીન બંન્ને મિત્ર દેશો છે. તેથી તે તટસ્થ રહેશે તેમ મનાય છે. તો જાપાનની કંપનીઓનું રોકાણ ભારતમાં વિશેષ છે અને ભારત જાપાનનો મિત્ર દેશ છે. તેની તેના સહયોગ અંગે આશંકા નથી. ફ્રાંસ, ઓસ્ટ્રેલિયા બંન્ને દેશોના સંબંધોમાં ભરતી આવી છે. ભારત આ બંન્ને દેશોના સીધા સંપર્કમાં છે. જા ભારતના આ તમામ મિત્ર દેશો સંકટના સમયે ભારતને ટેકો જાહેર કરે તો ચીન સામે મોરચો ખોલવામાં કોઈ વાંધો આવી શકે તેમ નથી. ભારત યુધ્ધ ઈચ્છતું નથી.
પરંતુ ચીન ગલવાન ઘાટી પર કબજા કરવાની તૈયારીમાં હોવાના અહેવાલો આવી રહ્યા છે. તેને જાતા ભારતે પણ સરહદે સંભવિત યુધ્ધની તૈયારીઓ આરંભી દીધી છે. તેના માટે જરૂરી શસ્ત્રો ગોઠવી દીધા છે. ફોરવર્ડ પોસ્ટની સક્રિયતા વધારી દીધી છે. રડાર એક્ટીવ મોડ પર ગોઠવાઈ ગયા છે. હેવી આર્ટીલરીઓ મોકલાઈ રહી છે. તોપોની ગોઠવણી વ્યુહાત્મક સ્થળોએ કરાઈ છે. જા કે સામે પક્ષે ચીને પણ શસ્ત્ર સરંજામ ગોઠવી દીધા હોવાથી ભારતે પણ તેના શસ્ત્રો સાથે સૈનિકોને તૈનાત કરી દીધા છે.
ભારતે ચીનને મેસેજ આપી દીધો છે કે આ ૧૯૬રનું ભારત નથી ર૦ર૦નું ભારત છે. જે ઘરમાં ઘુસીને મારે છે. ઉલ્લેખનીય છે કે ભારતીય લશ્કર વિશ્વનું સૌથી મોટું ચોથા નંબરનું લશ્કર છે. અને પ્રોફેશ્નલ સ્કીલ ધરાવતું આર્મી છે. આનો અર્થ એ કે ચીન પાસે શસ્ત્રો ભલે વધારે હોય પણ ભારતીય જવાનોનું મોરલ ઉંચુ છે. અને તેતે લાંબા યુધ્ધોનો અનુભવ પણ વધારે છે. કાશ્મીરમાં તો ભારત સતત લડતું જ આવ્યુ છે.