ચીન સાથે સીમા વિવાદ વચ્ચે ભારતે ઇમરજન્સી પાવરનો ઉપયોગ કરીને હૈમર મિસાઇલ્સ મંગાવી
નવી દિલ્હી, ચીન સાથે ચાલી રહેલા સીમા વિવાદની વચ્ચે મોદી સરકારએ ઇમરજન્સી પાવરનો ઉપયોગ કરીને ફ્રાંસથી હૈમર મિસાઇલ મંગાવી છે. આ મિસાઇલની પહેલી ખેપ 29 જુલાઇએ ભારત આવશે. આ મિસાઇલને રાફેલ વિમાનોમાં લગાવવામાં આવશે. દુનિયાના સૌથી શાનદાર લડાકૂ વિમાનમાંથી એક રાફેલની મારક ક્ષમતા હૈમર મિસાઇલની સાથે વધુ ધાતક થઇ જાય છે. આ મિસાઇલ 60 થી 70 કિમીની દૂરી સુધી કોઇ પણ લક્ષ્ય પર નિશાનો લગાવવા માટે સક્ષમ છે.
સમાચાર એજન્સી એએનઆઇએ સુત્રોના હવાલેથી ખબર આપી છે કે હૈમર મિસાઇલ ભારતીય સેનામાં સામેલ થયા પછી કોઇ પણ રીતના બંકરને તે પોતાનો નિશાનો બનાવી શકે છે. અને તેની ક્ષમતા વધી જશે. Hammer (Highly Agile Modular Munition Extended Range) એક મધ્યમ દૂરી સુધી મારનારી મિસાઇલ છે. જેને ફ્રેંચ એરફોર્સ અને નેવીના ઉપયોગ માટે બનાવવામાં આવી છે. પૂર્વ લદાખ બોર્ડર પર સેનાએ ઇઝરાયલના હેરૉન સર્વિલાંસ (Heron drones) ડ્રૉન અને સ્પાઇક એન્ટી ટેંક ગાઇડેડ મિસાઇલ (Spike anti-tank guided missiles) ખરીદ્યા છે. વર્તમાન સ્થિતિઓને દેખતા હેરોન યુએવીની સંખ્યા વધારવાની જરૂરી હતી. આ કારણે વધુ સંખ્યામાં હેરોન યુએવીની ઓર્ડર દેવા પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. જો કે હજી સુધી તે સ્પષ્ટ માહિતી નથી આવી કે કેટલા હેરોન મંગાવવામાં આવશે.