Western Times News

Gujarati News

ચીન સામે એલએસી પર ભારતની ‘થ્રી લેયર’ સુરક્ષા

(પ્રતિનિધિ દ્વારા) નવીદિલ્હી: ચીન સાથે ગલવાન ઘાટીમાં સંઘર્ષ થયા પછી ભારતે પણ પૂર્વીય લદ્દાખમાં તેની ગતિવિધિ વધારી દીધી છે. અને શાસ્ત્રો સાથે જવાનોની સંખ્યામાં પણ વધારો કર્યો છે. કમાન્ડર સ્તરની બેઠકમાં નક્કી થયા પ્રમાણેની સમજૂતીનો ચીન ઉલ્લંઘન કરી રહ્યુ છે. એટલું જ નહીં લદ્દાખ સરહદેસેન્ય બળની સાથે ફાઈટર વિમાનોને સક્રિય કરી દીધા છે. પૂર્વીય લદ્દાખમાં સ્થિતિ  સ્ફોટક બની છે.

એક નાનકડી અમથી ચિંગારી મોટા યુધ્ધમાં પરિવર્તન થઈ શકે છે. ભારતીય આર્મીના પૂર્વ અધિકારીઓએ તો પૂર્વીય લદ્દાખમાં મીની યુધ્ધની આશંકા પણ વ્યક્ત કરી છે. હાલમાં ચીન અને ભારતના સૈન્ય અધિકારીઓ વચ્ચે બેઠક મંત્રણા ચાલી રહી છે. પરંતુ તેમાં કોઈ પરિણામ આવે એવું જણાતું નથી. એલએસી સરહદને મુદ્દે ચીન પારોઠના પગલાં ભરવા માંગતું નથી.

ભારત મક્કમ છે. ચીનની દાદાગીરી સામે ઝુકવા માંગતું નથી. ચીનને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે આ ૧૯૬રનું ભારત નથી.ર૧મી સદીનું ભારત છે જે ઘરમાં ઘૂસીને મારવાની ક્ષમતા ધરાવે છે.મતલબ એ કે ભારતીય સૈન્ય શ†ોથી સજ્જતા મેળવી ચુક્યુ છે. ભારત જાડે  શસ્ત્રોનો ભંડાર છે. હવે ચીનથી ડરવાની જરૂર નથી. અને મિત્રો દેશોનો સહયોગ છે. આવી પરિસ્થિતિમાં  ચીન સાથે લડવાનો નિર્ધાર ભારતે કરી લીધો છે.

પૂર્વીય લદ્દાખમાં ભારતીય સેના ‘થ્રી લેયર’ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે.ે પ્રથમ લેયરમાં સૈનિકો-ટેંકો, બીજા લેયરમાં તોપો-મિસાઈલ્સ અને અંતિમ લયેરમાં ફાઈટર વિમાનો તૈનાત કરી દીધા છે. ટી-૯૦, અર્જુન, ભીષ્મ, હોિવિત્ઝર, બોફોર્સ સહિતની ટેંકો પોઝીશન પર ગોઠવી દેવાઈ છે. તો આકાશ, અગ્નિ , પૃથ્વી સહિતની મિસાઈલ્સ સજ્જ છે. મિરાજ ર૦૦૦, સુખોઈ, મીગ સહિતના ફાઈટર વિમાનો ગમે ત્યારે ધબડાટી બોલાવવા ટાંપીને જ ગોઠવી દેવાયા છે.આગામી મહિને ફ્રાસથી વધુ ફાઈટર વિમાનો આવી રહ્યા છે. જ્યારે સંભવિત યુધ્ધમાં સૌથી મહત્ત્વના ‘સ્પાઈસ-ર૦૦૦’ બોમ્બ મેળવવા તૈયારીઓ કરી દેવાઈ છે. આના માટે ઈઝરાયેલ જાડે વાતચીત ચાલી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના બાલાકોટમાં જ્યારે ભારતે આતંકવાદી કેમ્પો પર એરસ્ટર્‌ઈક કરી હતી ત્યારે સ્પાઈસ ર૦૦૦ બોમ્બો ઉપયોગ કરાયો હતો. જેને કારણે આતંકવાદી કેમ્પોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અને સેકંડો આતંકવાદીઓ માર્યા ગયા હતા. સ્પાઈસ-ર૦૦૦ બોમ્બ બંકરો, ઈમારતોને ધરાશાયી કરી દીધી છે તો બંકરો સુધ્ધાને તબાહ કરી નાંખે છે.

બીજી તરફ અમેરીકા પાસેથી પાંચમી પેઢીના ફાઈટર વિમાનો મેળવવાની તજવીજ શરૂ કરાઈ છે. જ્યારે રશિયા પાસેથી દારૂગોળો- એસ.૪૦૦ ડીફેન્સ મિસાઈલ્સ સિસ્ટમના ઓર્ડર આપી દેવાયા છે. ફાંસના રફાલ વિમાનોનો એક જખીરો જુલાઈ મહિનાના અંત સુધીમાં આવી જશે. તો રશિયાએ એસ.-૪૦૦ મિસાઈલ્સ સિસ્ટમને ઝડપથી સોંપવાની બાંહેધરી આપી છે.

તાજેતરમાં રક્ષામંત્રી રાજનાથસિંહ રશિયા ગયા હતા ત્યારે તેમણે રશિયા પાસેથી શ†ો ખરીદવાની વાતચીત કરી હતી. આમ, એલએસી પર ચીન અટકચાળુ કરશે તો ભારત હવે છોડવાના મૂડમાં નથી. ચીનની લશ્કરી તાકાતને જાતા ભારતે મોટાપાયે શ†ો ખરીદવાની શરૂઆત કરી દીધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.