ચીન સામે લદ્દાખ સરહદે ભારતે ‘સ્પેશ્યલ ફોર્સના કમાન્ડો ઉતાર્યા
નવી દિલ્હી: એલ.એ.સી. પર ચીન- ભારત વચ્ચે સંભવિત મીની યુધ્ધના ભણકારા વાગી રહયા છે એક તરફ મંત્રણાની વાતો કરનાર ડ્રેગન ભારતને ઘેરવાની ફિરાકમાં છે ચીને પાકિસ્તાનમાં એરસ્ટ્રીક બનાવવાની શરૂઆત કરી દીધી છે ભારતીય સરહદની નજીક ચીન પાકિસ્તાનમાં હવાઈ અડ્ડાઓને આખરી અંજામ આપી રહયુ છે. નેપાળને તે ઉશ્કેરી રહયુ છે તો પૂર્વી લદ્દાખ- લેહમાં તો તેણે પોતાની સેના ઉતારી છે.
જા માધ્યમોના અહેવાલોને આપણે માનીએ તો ભારત કરતા છ ગણા સૈનિકોને તેણે ઉતારી દીધા છે તો માર્શલ આર્ટ શીખેલા યોધ્ધાઓને મેદાનમાં ઉતારી દેતા ભારત સતર્ક થઈ ગયુ છે ભારતે તેના જાંબાઝ “સ્પેશ્યલ ફોર્સ” ના કમાન્ડોને ચીનને ભરી પીવા લદ્દાખમાં ઉતારી દીધા છે ચીનની સામે વ્યુહાત્મક સ્થળોએ તેમને તૈનાત કરી દીધા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ સ્પેશ્યલ ફોર્સના કમાન્ડો ખાસ પ્રશિક્ષણ પામેલા હોય છે તે ભૂમિ, આકાશ અને જળમાં લડવા સક્ષમ છે દુર્ગમ પહાડીઓમાં લડવા તેઓએ સ્પેશ્યલ ટ્રેનીંગ લીધી હોય છે ભારતે લગભગ ત્રણથી ચાર બટાલીયનને ઉતારી છે એક બટાલીયનમાં ૪૦ થી ૪પ કમાન્ડો હોય છે સ્પેશ્યલ ફોર્સના કમાન્ડોએ કારગીલ સહિતના યુધ્ધમાં સફળતાપૂર્વક કામગીરી કરીને દુશ્મનોને ધૂળ ચાટતા કરી દીધા હતા. તો પાકિસ્તાન સામેની એરસ્ટ્રાઈક વખતે પાકિસ્તાનની જમીનમાં ઉતરીને સ્પેશ્યલ ફોર્સના કમાન્ડોએ આતંકવાદીઓનો સફાયો કરી દીધો હતો.
સ્પેશ્યલ ફોર્સના કમાન્ડો હથિયાર સાથે અને તેના વિના પણ લડવા સક્ષમ હોય છે લદ્દાખલમાં ચીન સામે ભારત સ્પેશ્યલ ફોર્સના કમાન્ડોને મેદાનમાં ઉતારતા આગામી દિવસોમાં ભારતીય સેનાના સ્પેશ્યલ ફોર્સના કમાન્ડો લીમીટેડ ઓપરેશન કરે તેવી સંભાવના વ્યકત થઈ રહી છે. લદ્દાખમાં જુદા-જુદા સ્થળોએ ચીની સેનાના કેમ્પો તેના ટાર્ગેટ બને તેમ મનાય છે.