Western Times News

Gujarati News

ચીન હુમલો કરે તો અમેરિકા તાઈવાનને મદદ કરશે: બાઈડન

વોશિંગ્ટન, અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડનના કહેવા પ્રમાણે જાે ચીન દ્વારા તાઈવાન પર હુમલો કરવામાં આવશે તો અમેરિકા તેમાં તાઈવાનને સૈન્ય મદદ પહોંચાડશે. ચીન તાઈવાનને પોતાનું ક્ષેત્ર માને છે જ્યારે તાઈવાન પોતાને એક સ્વતંત્ર દેશ તરીકે જુએ છે.

અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડને જણાવ્યું કે, જાે ચીન સ્વ-શાસિત દ્વીપ તાઈવાન પર આક્રમણ કરશે તો અમેરિકા તાઈવાનને સૈન્ય મદદ કરશે. બાઈડને ચેતવણીના સૂરમાં કહ્યું હતું કે, ચીન જાેખમ સામે રમત કરી રહ્યું છે.

હકીકતે બાઈડનને એવો સવાલ કરવામાં આવ્યો હતો કે, જાે ચીન બળજબરીથી તાઈવાનને પોતાના નિયંત્રણમાં લેવા ઈચ્છશે તો શું અમેરિકા સૈન્ય હસ્તક્ષેપ કરશે? તેના જવાબમાં બાઈડને કહ્યું કે, ‘અમે એ જ વચન આપ્યું હતું.

અમે એક ચીન નીતિ (વન ચાઈના પોલિસી) પર રાજી થયા, અમે તેના પર હસ્તાક્ષર કર્યા…પરંતુ એ વિચારવું ખોટું છે કે, તાઈવાનને બળપ્રયોગથી છીનવી શકાશે.’

આશરે ૭ દશકાથી પણ વધારે સમય સુધી અલગ શાસન કરવા છતાં ચીન દ્વારા તાઈવાનને એવી ધમકી આપવામાં આવી છે કે, તાઈવાનની સ્વતંત્રતાનો અર્થ યુદ્ધ થશે.

ગત વર્ષે ૧ જૂનના રોજ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે સ્વશાસિત તાઈવાન સાથે પૂર્ણ એકીકરણનો સંકલ્પ લીધો હતો અને દ્વીપ માટે ઔપચારિક સ્વતંત્રતાના કોઈ પણ પ્રયત્નને નિષ્ફળ બનાવવાનું વચન આપ્યું હતું.

રશિયા દ્વારા યુક્રેન પર કરવામાં આવેલા હુમલા બાદ અમેરિકાના મતે એવી આશંકા વધી ગઈ હતી કે, ચીન વૈશ્વિક તણાવનો ફાયદો ઉઠાવીને તાઈવાન પર હુમલો કરવાની તૈયારી કરી શકે છે.ss2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.