ચીન LACમાં ઘૂસી જશે તો રશિયા બચાવવા નહીં આવે
નવી દિલ્હી, યુક્રેન અને રશિયા વચ્ચેની લડાઈ એક મહિના કરતા વધારે સમયથી ચાલુ છે અને અમેરિકાની સાથે જ બીજા દેશો તફથી રશિયા પર લગાવાયેલા પ્રતિબંધોની ખાસ અસર થતી દેખાઈ રહી નથી.
અમેરિકાનો પ્રયાસ છે કે, રશિયા સાથે વેપાર કરવા માટે કોઈ દેશ આગળ ન આવે. તો, રશિયા સામે અમેરિકાની નીતિ તૈયાર કરવામાં મહત્વનો રોલ ભજવનારા ભારતીય મૂળના ડેપ્યુટી એનએસએ દલીપ સિંહ બે દિવસના ભારત પ્રવાસે છે. અહીં તેમણે એવી વાત કરી જે ભારતને પસંદ નહીં આવે.
દલીપ સિંહે કહ્યું કે, ભારત એવી આશા ન રાખે કે ચીન તરફથી એલએસીનું કોઈ ઉલ્લંઘન થશે તો રશિયા તેની મદદ કરશે. ડેપ્યુટી એનએસએ દલીપ સિંહ, જેને રશિયા સામે પ્રતિબંધોના માસ્ટર માઈન્ડ મનાય છે, તેમણે ભારતને ચેતવતા કહ્યું કે, જ્યારે ચીન નિયંત્રણ રેખા (એલએસી)નું ઉલ્લંઘન કરશે, ત્યારે રશિયા ભારતની મદદ કરશે એવું નથી. ચીન અને રશિયા હવે નો લિમિટ્સ પાર્ટરનશિપમાં છે.
તેમણે યુક્રેન સામે પુતિનના બિનજરૂરી યુદ્ધ માટે રશિયા પર લગાવાયેલા પ્રતિબંધોને પાછા લેવાનો પ્રયાસ કરનારા કોઈપણ દેશને તેના પરિણામો અંગે ચેતવણી આપી. જાેકે, તેમણે એમ પણ કહ્યું કે, અમેરિકા અને ભારત જેવા મિત્ર દેશ કોઈ રેડ લાઈન નિર્ધારિત નથી કરતા.
દલીપ સિંહે કહ્યું કે, દિલ્હીમાં તેની ચર્ચા વૈશ્વિક શાંતિ અને સુરક્ષાને રેખાંકિત કરતા મૂળ સિદ્ધાંતોના રક્ષણ વિશે રહી. રશિયામાંથી ઊર્જા અને અન્ય વસ્તુઓની ભારતમાં આયાત વધે તેવું અમેરિકા નથી ઈચ્છતું. એક દિવસ પહેલા બુધવારે સિંહે કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલની સાથે મુલાકાત કરી. એક સપ્તાહમાં અમેરિકાના કોઈ સીનિયર અધિકારીની આ બીજાે ભારત પ્રવાસ છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકાના ડેપ્યુટી એનએસએ ભારતના બે દિવસના પ્રવાસે છે, ત્યારે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ પણ ભારતના સત્તાવાર પ્રવાસે નવી દિલ્હી આવી પહોંચ્યા છે.SSS