Western Times News

Gujarati News

ચીફ ઓફ નેવલ સ્ટાફ (CNS) ગુજરાત, દમણ અને દીવના નૌસેના ક્ષેત્રની મુલાકાતે આવ્યા

અમદાવાદ, ચીફ ઓફ નેવલ સ્ટાફ (CNS) એડમીરલ કરમબીરસિંહે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ગુજરાતના ઓખા ખાતે ભારતીય નૌસેનાના ફોરવર્ડ ઓપરેટિંગ બેઝINS દ્વારકાની મુલાકાત લીધી હતી.

CNSને ગુજરાત, દમણ અને દીવના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગે ગુજરાત, દમણ અને દીવ (GD&D) નૌસેના ક્ષેત્ર સંબંધિત દરિયાઇ પરિચાલન અને સુરક્ષાના પરિબળો અંગે માહિતી આપી હતી. તેમણેGD&D ક્ષેત્ર દ્વારા હાથ ધરવામાં આવતીદરિયાકાંઠાની દેખરેખ માટેની વિવિધ પહેલ અંગે પણ માહિતી મેળવી હતી અને ઓખા સ્થિત નૌસેના સ્ટેશન તેમજ અન્ય એકમોના કર્મીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.

સ્ટેશન દ્વારા કરવામાં આવી રહેલા ગુણવત્તાપૂર્ણ કામની પ્રશંસા કરતા તેમણે કર્મીઓને સારું કામ કરવાનું ચાલુ રાખવા માટે પ્રોત્સાહન આપ્યું હતું કારણ કે INS દ્વારકા તેના સુવર્ણજયંતિ વર્ષમાં પ્રવેશી રહ્યું છે. CNSએ GD&D ક્ષેત્રમાં તમામ કર્મીઓ અને તેમના પરિવારોને નવા વર્ષની ખૂબ જ શુભેચ્છા પાઠવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.