ચીફ જસ્ટિસની ઓફિસ પણ હવે RTIના દાયરામાં આવશે
નવીદિલ્હી : સુપ્રીમ કોર્ટની ચીફ જસ્ટિસની ઓફિસ પણ કેટલીક શરતોની સાથે હવે માહિતી અધિકાર કાનૂન (આરટીઆઈ)ની હદમાં આવી ગઈ છે. સુપ્રીમ કોર્ટ તરફથી આજે આ ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદામાં કહ્યું છે કે, સીજેઆઈની ઓફિસ પણ પબ્લિક ઓથોરિટી તરીકે છે. આને માહિતી અધિકાર કાનૂનની મજબૂતિની દ્રષ્ટિએ મોટા નિર્ણય તરીકે ગણવામાં છે. સુપ્રીમ કોર્ટે આજે પોતાના સંદર્ભમાં મોટો નિર્ણય આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, તમામ જજ આરટીઆઈની હદમાં આવી જશે. સુપ્રીમ કોર્ટે આ પ્રકારથી વર્ષ ૨૦૧૦ના દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને જાળવી રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, પારદર્શિતાને ધ્યાનમાં લઇને ન્યાયિક સ્વતંત્રતાને પણ ધ્યાનમાં રાખવામાં આવે તે જરૂરી છે.
સુપ્રીમનું કહેવું છે કે, કોલેજિયમ દ્વારા સૂચવવામાં આવેલા જજના નામ જ જાહેર કરી શકાય છે. ચુકાદા અંગે માહિતી આપતા વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે, પારદર્શિતાને જાળવી રાખવા માટે આ નિર્ણય લેવાની બાબત જરૂરી હતી. જજાની નિયુક્તને જાહેર કરવાનો જસ્ટિસ ચંદ્રચુડના માહિતી અધિકાર હેઠળ ગણવામાં આવે છે.
જજ દ્વારા ચીફ જસ્ટિસની સામે સંપત્તિ જાહેર કરવાને લઇને આ હદની બહાર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ તમામ અપીલ સુપ્રીમ કોર્ટમાં સેક્રેટરી જનરલ અને સુપ્રીમ કોર્ટના કેન્દ્રીય લોકસૂચના અધિકારી દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં વર્ષ ૨૦૦૯માં એવા આદેશની સામે દાખલ કરવામાં આવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે, સીજેઆઈના હોદ્દાને પણ સૂચના અધિકાર કાનૂન હેઠળ આવે છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના નેતૃત્વમાં પાંચ જજની બંધારણીય બેંચ દ્વારા આ અંગેનો આદેશ કરવામાં આવ્યો હતો જેમાં ચીફ જસ્ટિસ ઉપરાંત જસ્ટિસ એનવી રમન્ના, જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ દિપક ગુપ્તા અને જસ્ટિસ સંજીવ ખન્ના પણ સામેલ છે.
સુપ્રીમ કોર્ટે મામલાની સુનાવણી પૂર્ણ કરીને ચોથી એપ્રિલના દિવસે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, કોઇપણ અપારદર્શી વ્યવસ્થાની તરફેણમાં ઇચ્છુક નથી. પારદર્શિતાના નામ ઉપર ન્યાયપાલિકાને નુકસાન કરી શકાય નહીં.
સીઆઈસી દ્વારા પોતાના ચુકાદામાં કહેવામાં આવ્યું હતુંકે, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની ઓફિસ પણ આરટીઆઈની હદમાં રહેશે.
આ ચુકાદાને હાઈકોર્ટે યોગ્ય ઠેરવ્યો હતો. હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રી દ્વારા ૨૦૧૦માં પડકાર ફેંકીને અરજી કરવામાં આવી હતી તે વખતે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશ પર સ્ટે મુકી દીધો હતો.
ત્યારબાદ મામલાને બંધારણી બેંચને સોંપી દેવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના કેન્દ્રીય લોકસૂચના અધિકારીનું પ્રતિનિધિત્વ કરી રહેલા એટર્ની જનરલ કેકે વેણુગોપાલનું કહેવું છે કે, સીજેઆઈની ઓફિસની હેઠળ આવનાર કોલેજિયમ સાથે જાડાયેલી માહિતી જાહેર કરવાથી ન્યાયિક સ્વતંત્રતાને નુકસાન થશે. સીજેઆઈ ૧૭મી નવેમ્બરના દિવસે નિવૃત્ત થઇ રહ્યા છે.