ચીલઝડપ કરી ભાગી રહેલો ચેઈન સ્નેચર પટકાતાં ગંભીર ઈજા
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં ગુનાખોરી વધી રહી છે ત્યારે ચેઈન સ્નેચરો પણ સક્રિય બની ગયા છે અને નાગરિકોના ગળામાંથી ચેઈન સ્નેચીંગની ઘટનાઓ વધતા પોલીસતંત્ર પણ સક્રિય બન્યુ છે આ પરિસ્થિતિમાં ગઈકાલે વસ્ત્રાપુર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના ઘટી હતી.
આ અંગેની વિગત એવી છે કે અનલોક-ર માં ચેઈન સ્નેચરોનો આંતક વધવા લાગ્યો છે ગઈકાલે મોડી સાંજે શહેરના સોલા વિસ્તારમાં સાયન્સ સીટી રોડ પર આવેલા શ્રીકુંજ એલીગન્સમાં રહેતા વૃધ્ધ ડોકટર રતિલાલ ભગવાનદાસ પટેલ એક્ટિવા પર પોતાની પત્નિને બેસાડી જજીંસ બંગલા રોડ પર રહેતા તેમના બહેનના ઘરે જવા નીકળ્યા હતાં એક્ટિવા લઈ તેઓ સુરધારા સર્કલ પાસેથી પસાર થઈ રહયા હતા.
ત્યારે અચાનક જ પાછળથી એક્ટિવા પર આવેલા ચેઈન સ્નેચરે વૃધ્ધાના ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ કરી હતી જેના પરિણામે રતિલાલે તેનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ચેઈન સ્નેચર ભાગી છુટયો હતો આ દરમિયાનમાં ડોકટર રતિલાલ પોતાનું એક્ટિવા લઈ સાલ હોસ્પિટલમાં પાસેથી પસાર થઈ રહયા હતા ત્યારે ત્યાં ભીઠ એકત્રિત થયેલી જાવા મળી હતી આ દ્રશ્ય જાઈ ડોકટર અટકી ગયા હતા અને તેમણે ટોળામાંથી જાયુ તો રસ્તા પર એક્ટિવા ચાલક પટકાયેલો જાવા મળ્યો હતો અને તેમણે એક્ટિવા ચાલકને ઓળખી કાઢયો હતો.
રસ્તા પર બમ્પ નહી દેખાતા પુરઝડપે ભાગી રહેલ એક્ટિવા ચાલક ઉછળીને રસ્તા પર પટકાતા તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી બીજીબાજુ રતિલાલે આ અંગેની જાણ સામે જ આવેલા વસ્ત્રાપુર પોલીસને કરતા પોલીસ એલર્ટ થઈ ગઈ હતી સૌ પ્રથમ ગંભીર રીતે ઘવાયેલા ચેઈન સ્નેચરને બંદોબસ્ત હેઠળ સારવાર માટે ખસેડયો હતો અને તેની સામે ગુનો પણ દાખલ કર્યો છે.