ચુંટણીમાં છેંતરપીડીને લઇ ગિલગિત બાલ્ટિસ્તાનમાં હિંસક પ્રદર્શન થયા
ઇસ્લામાબાદ, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પીઓકેના ગિલગિત બાલ્ટિસ્તાનમાં એકવાર ફરી પાકિસ્તાની ઇમરાન સરકારની વિરૂધ્ધ હિંસક પ્રદર્શન થયું છે પ્રદર્શનકારીઓનો આરોપ છે કે ઇમરાન સરકારે તાજેતરમાં સંપન્ન થયેલ વિધાનસભા ચુંટણીમાં છેંતરપીડી કરી છે.
પ્રદર્શનકારીઓએ પોતાનો ગુસ્સો અને હતાશાને બતાવવા માટે ટાયર સળગાવ્યા અને માર્ગોને જામ કરી દીધા હકીકતમાં તાજેતરમાં થયેલ ચુંટણીમાં ઇમરાન પાર્ટી પાકિસ્તાન તહરીક એ ઇસાફ પીટીઆઇને ગિલગિત બાલ્ટિસ્તાનની ૨૩ વિધાનસભા બેઠકોમાંથી મોટાભાગ પર જીત હાંસલ થઇ છે અને તે સરકાર બનવા તરફ અગ્રેસર છે.
જયારે વિરોધ પક્ષોએ ચુંટણીને છેંતરપીડી ગણાવી છે અને સરકાર પર સત્તાનો દુરૂપયોગનો આરોપ લગાવ્યો એ યાદ રહે કે ભારતે ગિલગિત બાલ્ટિસ્તાનમાં ચુંટણી કરાવવાને લઇ પાકિસ્તાનની સમક્ષ પોતાનો વાંધો ઉઠાવ્યો હતો ભારતીય વિદેશ મંત્રાલયે નિવેદન જારી કરી ગિલગિત બાલ્ટિસ્તાનને પોતાનો હિસ્સો બતાવ્યો છે ઇમરાન સરકાર દ્વારા ક્ષેત્રમાં કરાવવામાં આવનાર ચુંટણીને ગેરકાયે ગણાવી છે.
પાકિસ્તાનના વિરોધ પક્ષો દ્વારા કરવામાં આવેલ વિરોધ પ્રદર્શન બાદસેંકડો લોકોએ પ્રદર્શનમાં ભાગ લીધો પ્રદર્શનકારીઓનું કહેવુ છે કે તે ત્યાં સુધી નહીં હટે જયાં સુધી તેમને ન્યાય મળશે નહીં ભારતના હિસ્સા પર ગેરકાયદે કબજાે કરી બેઠેલ પાકિસ્તાન માટે આ વિસ્તારમાં યોજાનાર ચુંટણી હંમેશા જ મહત્વપૂર્ણ હોય છે જાે કે આ વખતે પણ તે હતાશ છે.
હકીકતમાં પાકિસ્તાનનો ખાસ મિત્ર ચીન આ વિસ્તારમાં પૂર્ણ રીતે રાજનીતિક નિયંત્રણઇચ્છે છે જેથી તે પોતાના રણનીતિક અને મહત્વાકાંક્ષી ચીન પાકિસ્તાન આર્થિક ગલિયારાનું કામ કોઇ પણ અવરોધ વીના પુરૂ કરી શકે.આજ કારણ છે કે ચીનના દબાણમાં ઝુકતા ઇમરાન ખાને ગિલગિત બાલ્ટિસ્તાનને પ્રાંતીય રાજયનો દરજજાે આપ્યો અને ત્યાં ચુંટણી કરાવવાની જાહેરાત કરી. પીપીપી અને પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાજ બંન્નેએ ચુંટણીઓમાં છેંતરપીડીનો આરોપ લગાવ્યો છે રવિવારે ૨૩ નિર્વાચન વિસ્તારોની ચુંટણીના પરકિણામ જાહેર થયા નથી પરંતુ પીટીઆઇ ૧૦ બેઠકોની સાથે સૌથી મોટી પાર્ટીના રૂપમાં બહાર આવી રહી છે.HS