ચુંટણીમાં પછી રાજકોટમાં ગુંડાગીરી ફરીથી વકરી: ગુંડાઓએ ફરી માથું ઉચકયું
રાજકોટમાં ગુલિયા ગેંગે રિયલ એસ્ટેટના ધંધાર્થી પર હુમલો કરી હાથ-પગ ભાંગ્યા
રાજકોટ, રાજકોટમાં ચુંટણીમાં કાયદો વ્યવસ્થા સચવાયા પછી ડીજીપી તરફથી સીપીને અભીનંદન મળ્યા છે. અને રાજકોટ પોલીસ રીલેકશન મોડમાં આવી ગઈ છે. ત્યાં ગુંડાઓએ ફરી માથું ઉચકયું છે. અને બિહારવાળી કરી છે.
રાજકોટમાં કુખ્યાત ગુલીયા અને તેના ભાઈના ત્રણ સાગરીતોએ ભગવતીપરામાં રીયલ એસ્ટેટના ધંધાર્થીને દોડાવી દોડાવી લાકડી-પાઈપથી મારામારી ધમકી આપી હતી. આ સાથે યુવકના હાથ-પગ ભાંગી નાખ્યા હતાં. બનાવ અંગે બી.ડીવીઝન પોલીસે ગુનો નોધી આરોપીની શોધખોળ આદરી હતી.
બનાવ અંગે રાજકોટમાં ભગવતીપરા મેઈન રોડ પર આવેલા અયોધ્યા પાર્ક શેરી નં.૦ર માં રહેતા મોઈનભાઈ અનવરભાઈ જુણેજા ઉ.ર૭ એ નોધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સલીમશા હનીફશા શાહમદાર, સદામ હનીફશા શાહમદાર, સાવન મીઠા પરમાર, ગુલમહમદ ઉર્ફે ગુલીયો ઈબ્રાહીમ મોડ અને નાસીર ઈબ્રાહીમ મોડ રહે. તમમ ભગવતીપરા સામે ફરીયાદ નોધાવી હતી. ફરીયાદીએ જણાવયું હતું કે તેઓ જમીન-મકાન લે વેચનો ધંધો કરે છે.
તેમજ સુખસાગર હોલ પાસે ઓફીસ આવેલી છે. ગઈ રાત્રીના આઠેક વાગ્યાની આસપાસ તે ઓફીસે હતો અને ત્યાંથી ઘરે જવા નીકળ્યયો ત્યારે પાછળથી અચાનક સલીમશા શામદાર, સદામ શામદાર પરમાર લાકડી પાઈપ લઈ ધસી આવ્યા હતા. અને તે કઈ પણ બોલે તે પહેલા તરત જ તેના પર લાકડી-પાઈપો વડે હુમલો કરી મને આડેધડ શરીર માર મારવા લાગ્યા હતા. આથી બચવા માટે પોતે ભાગવા લાગતા ત્રણેય શખ્સો પણ તેની પાછળ દોડયા હતા.
જેથી તે સુખસાગર હોલ પાસેની ગલીમાં પહોચતા ત્રણેય શખ્સોએ પાછળ આવી લાકડી અને પાઈપો વડે ફટકારતા તે ગલીમાં પડી ગયેલા અને આરોપી બંને પગમાં અને બંને હાથમાં આડેધડ પાઈપ અને લાકડીનાં ઘા મારવા લાગ્યા હતા. હુમલામાં બંને પગમાં ગોઠણથઊી નીચેના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. વધુમં ઈજાગ્રસ્ત કારણ અંગે જણાવ્યં હતુંક
પાંચેક મહીના પહેલાં ભગવતીપરામાં રહેતા ગુલમહમંદ ઉર્ફે ગુલીયયો મોડનો પુત્ર આફતા ઉર્ફે કારીયો અને મહંમદ હુશેન પઠાણ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થઈ હતો. જેથી આ ગુલામંદ ઉર્ફે ગુલીયયો મહંમદ પઠાણને માર મારતો હતો. ત્યારે તેઓની ભાઈ માહીદ જુણેજાને મહંમદ હુશેનનો મીત્ર હોવાથી તેને સપોર્ટમાં આવતા ત્યારથી આરપીઓ વિરોધી થઈ ગયા અને તે બાદ ચારે માસ અગાઉ ગુલીયો અને તેનો નાનો ભાઈ નાસીર મોડ બંનેએ દુકાને આવી ગાળો આપી ધમકી આપી હતી.