Western Times News

Gujarati News

ચુંટણીમાં હાર બાદ સત્તાના શાંતિપૂર્ણ હસ્તાંકરણથી ડોનાલ્ડ ટ્રંપનો ઇન્કાર

વોશિંગ્ટન, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે સ્પષ્ટ રીતે સત્તાના શાંતિપૂર્ણ હસ્તાતરણની ગેરંટી આપવાનો ઇન્કાર કરી દીધો તેમને પુછવામાં આવ્યું કે જાે નવેમ્બરની ચુંટણીમાં તે પોતાના હરીફ જાે બિડેનથી ચુંટણી હારી જાય છે તો પાવર ટ્રાસફર કેટલું સરળ હશે તેના જવાબમાં તેમણે કહ્યું કે કોઇ ગેરંટી આપી શકે નહીં જાે કે તેમણે કહ્યું કે ઠીક છે હાલ અમે એ જાેવા જઇ રહ્યાં છીએ કે શું થાય છે વ્હાઇટ હાઉસની પત્રકાર પરિષદમાં ટ્રંપથી પુછવામાં આવ્યું હતું કે શષું તે સંયુકત રાજય અમેરિકામાં લોકતાંત્રિક શાસનના સૌથી બુનયાદી સિધ્ધાંત માટે પ્રતિબધ્ધ છે.

કોરોના વાયરસ મહામારીના કારણે જાહેર રીતે મેલ ઇન મતપત્રોના વધતા ઉપયોગનો ઉલ્લેખ કરતા ટ્રંપે કહ્યું તમે જાણો છો કે મતપત્રોની બાબતમાં બહુ દ્‌ઢતાથી મારી ફરિયાદ રહી છે આ મતપત્ર એક આપદા છે ટ્રંપ સતત દાવો કરે છે કે મેલ ઇન મતપત્ર મોટા પાયા પર છેંતરપીડીનું સાધન છે અને ડેમોક્રેટ દ્વારા ચુંટણીમાં છેંતરપીડી માટે તેને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યું છે.જાે કે એ વાતનો કોઇ પુરાવો નથી કે ડાક સેવાના માધ્યમથી મોકલવામાં આવેલ મતપત્રોને કયારેય અમેરિકી ચુંટણીમાં મહત્વપૂર્ણ છેંતરપીડી કરી છે.

પત્રકાર પરિષદમાં ટ્રંપે કહ્યું કે વર્તમાન દૌરમાં મોટી સંખ્યામાં મેલ અન મતપત્રોની આશા કરવામાં આવી રહી છે તેની સાથે જ તેમણે એ પણ કહ્યું કે એવી સ્થિતિમાં તે સત્તામાં બની રહેશે ટ્રંપે કહ્યું કે મતપત્રોથી છુટકારો મેળવો તમારી પાસે બહુ શાંતિ હશે સત્તાનું કોઇ હસ્તાંતરણ નહીં થાય સ્પષ્ટ રીતે કહી રહ્યો છું એક નિરતરતા થશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.