ચુંટણી જીતવા જેવું ઝઝુન કોરોનાની જંગ માટે કેમ નહીં : સિબ્બલ
નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પુછયુ કે તે કોરોનો વાયરસની વિરૂધ્ધ યુધ્ધ જીતવા માટે એટલુ જ ઝઝુન કેમ જાેવા મળી રહ્યું નથી જેટલું ચુંટણી જીતવા માટે બતાવવામાં આવ્યું હતું. કોરોના મહામારીની બીજી લહેર વચ્ચે કોંગ્રેસે કેન્દ્ર સરકાર પોતાની જવાબદારીઓની ઉપેક્ષા કરવાનો આરોપ લગાવ્યો છે સિબ્બલે પશ્ચિમ બંગાળમાં ચુંટણી રેલીઓને સંબોધિત કરવા માટે મોદીથી સવાલ કર્યા છે.
સિબ્બલે એક ટ્વીટમાં કહ્યું કે મોદીજી તમે ચુંટણી જીતવા માટે પોતાની તમામ શક્તિઓ માંસપેશિઓની શક્તિ ફેફસાની શક્તિ સંસાધનોનો ઉપયોગ કરો છો અમારા લોકો માટે કોરોનો વાયરસની વિરૂધ્ધ યુધ્ધ જીતવા માટે એક જ ઝુઝન કેમ નહીં.
જયારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકારની રસીકરણની રણનીતિ ભેદભાવવાળી છે અને તેણે નબળા વર્ગો માટે રસીની કોઇ ગેરંટી આપી નથી તેમણે ટ્વીટ કર્યું કે ૧૮થી ૪૫ વર્ષના ઉમરના લોકો માટે કોઇ મફત રસી નહીં હોય કીમતો પર નિયંત્રણ કર્યા વિના વચેટીયાઓને લાવી દેવામાં આવ્યા છે. નબળા વર્ગો માટે રસીની કોઇ દેરંટી નથી કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો કે ભારતની રસીની રણનીતિ વિતરણ કરવા નહીં પરંતુ ભેદભાવ કરનારી છે.
કોંગ્રેસના મુખ્ય પ્રવકતા રણદીપ સુરજેવાલાએ આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકારે રસીની કીમત બાબતેે નર્ણય કંપનીઓ પર છોડી દીધો છે.તેમણે ટ્વીટ કર્યું ગત એક વર્ષમાં કોરોના ટેકસના નામ પર જનતાથી ખુબ લુટ ચલાવાઇ પરંતુ ન હોસ્પિટલ ન ડોકટર ન વેટિલેટર ન વેકસીન અને ન દવા ઉપલબ્ધ કરાવવામાં આવી અને ન તો ૬,૦૦૦ની રકમ ખાતામાં જમા કરાવાઇ હાં કોરોનાના નામ પર જાહેરાત અને તસવીરો છપાવડાવાઇ સુરજેવાલાએ દાવો કર્યો કે ૧૯ એપ્રિલે રસીકરણની ઉમત તો ૧૮ વર્ષ કરી દેવામાં આવી પરંતુ કીમતનો નિર્ણય હવે સરકાર નહીં રસી બનાવતી કંપનીઓ કરશે એટલે કે હેવ રસી મફત નહીં હવે રસી ૨૦૦ રૂપિયામાં પણ નહીં હવે રસીની કીમતનો નિર્ણય કંપની કરશે નહીં,છે ને સમગ્ર આપદામાં અવસર,મોદી હૈ તો આ મુમકિન હૈ