ચુંટણી જીત્યા બાદ કોંગ્રેસે નાયબ મુખ્યમંત્રી પદની ઓફર કરી હતી: સિંધિયા
ભોપાલ, કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયેલ રાજયસભા સાંસદ જયોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે ડિસેમ્બર ૨૦૧૮માં મધ્યપ્રદેશમાં કોંગ્રેસસરકાર આવવા પર પાર્ટીના વરિષ્ઠ નેતૃત્વે મને મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રીનું પદ આપવાનો પ્રસ્તાવ કર્યો હતો પરંતુ જનતાની ભલાઇ માટે મેં તેને ઠુકરાવી દીધો હતો. સિધિયાએ કહ્યું હતું કે ત્યારે મને અંદાજ થઇ ગયો હતો કે ૧૫ મગીનામાં જ કમલનાથના નેતૃત્વવાળી પ્રદેશની કોંગ્રેસ સરકારનું વિભાજન થઇ જશે અને આમ જ થયું.
ભાજપના ત્રણ દિવસીય સભ્ય નોંધણી અભિયાના આયોજનના બીજા દિવસે સિધિયાએ ગ્વાલિયરમાં નવા કાર્યકરોને સંબોધિત કરતા કહ્યું કે મને વરિષ્ઠ નેતૃત્વે નાયબ મુખ્યમંત્રીના પદની ઓફર કરી હતી. પરંતુ મેં લેવાની જગ્યાએ જનતાની સેવા કરવાનું યોગ્ય સમજયું. તેમણે કહ્યું કે આમ પણ સમજી ગયો હતો કે ૧૫ મહીનામાં કમલનાથ અને દિગ્વિજયસિંહ સરકારનું વિભાજન કરી દેશે આ પહેલીવાર છે જયારે સિંધિયાએ જાહેરમાં કહ્યું કે તેમને મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રીના પદની ઓફર કરવામાં આવી હતી.
આ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે ૧૧ માર્ચે કહ્યું હતું કે સિંધિયાને પાર્ટીએ મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી બનાવવાની ઓફર કરી હતી પરંતુ સિધિયા પોતાના ચેલાને નાયબ મુખ્યમંત્રી બનાવવા ઇચ્છતા હતાં આથી કમલનાથના ચેલાને આ પદ માટે અસ્વીકાર કરી દીધો હતો. સિંધિયાએ કહ્યું કે કોંગ્રેસે પ્રદેશની જનતાની સાથે વચનભંગ કર્યો છે રાહુલ ગાંધીએ વચન આપ્યું હતું કે જાે મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર આવશે તો દસ દિવસમાં કિસાનોના બે લાખ રૂપિયા સુધીના દેવા માફ થઇ જશે જો નહીં થાય તો ૧૧માં દિવસે મુખ્યમંત્રી બદલી નાખવામાં આવશે પરંતુ દેવા માફ થયા નહીં તેમણે કહ્યું કે વિકાસની જગ્યાએ ભ્રષ્ટાચાર થયો તેમણે કહ્યું કે હું મારી દાદી અને પિતાની જેમ જનતાનો સેવક છું ખુરશીનો સેવક નથી તેમણે કહ્યું કે મને ખબર હતી કે સરકારમાં જે લોકો બેઠા છે તે પ્રદેશની શું સ્થિતિ કરનાર છે અને તેનો ભાર પોતાની ઉપર લેવા માંગતા ન હતી કોંગ્રેસે વલ્લભ ભવનને ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવી દીધો હતો.HS