ચુંટણી પંચે ઓમિક્રોન વેરિએન્ટ સહિત રસીકરણની સંપૂર્ણ જાણકારી લીધી
નવીદિલ્હી, ચૂંટણી પંચ અને સ્વાસ્થ્ય મંત્રાલયની આગામી વિધાનસભા ચૂંટણીને લઈને આજે થયેલી બેઠક પૂરી થઈ. જાે કે હજુ સુધી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી ટાળવા અંગે કોઈ ર્નિણય લેવાયો નથી. પાંચ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને ટાળવા અંગે થયેલી બેઠકમાં ચૂંટણી પંચે સ્વાસ્થ્ય સચિવ પાસેથી ચૂંટણીવાળા રાજ્યોની કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટ સહિત રસીકરણની સંપૂર્ણ જાણકારી લીધી.
સૂત્રોના જણાવ્યાં મુજબ બેઠકમાં કહેવાયું કે હાલ જે પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજનારી છે ત્યાં કોરોના રસીના પહેલા ડોઝની સ્થિતિ સંતોષજનક છે અને આ રાજ્યોમાં ૧૦૦માંથી ૭૦ ટકા લોકોને કોરોનાનો પહેલો ડોઝ મળ્યો છે. આ દરમિયાન કહેવાયું કે યુપીમાં ૮૩ ટકા અને પંજાબમાં ૭૭ ટકા લોકોને કોરોનાનો પહેલો ડોઝ મળી ચૂક્યો છે. આ બાજુ મણિપુરમાં ૭૦ ટકા લોકોને કોરોનાનો પહેલો ડોઝ મળી ચૂક્યો છે. બેઠકમાં કહેવાયું કે ૫ રાજ્યોમાં ચૂંટણી રેલી પર કોઈ પણ પ્રકારનો ર્નિણય ચૂંટણી આચાર સંહિતા લાગૂ થયા બાદ લેવાશે.
ત્યારબાદ મુખ્ય ચૂંટણી કમિશનરે ઉત્તર પ્રદેશની મુલાકાત લઈ હાલાતની સમીક્ષા લીધા બાદ કોઈ નક્કર ર્નિણય લેવાની વાત કરી હતી. પંચે ચૂંટણીની પૂર્વ તૈયારીઓની સમીક્ષા માટે પંજાબ, ગોવા અને ઉત્તરાખંડની પણ મુલાકાત લીધી છે. નોંધનીય છે કે ગોવા, પંજાબ, ઉત્તરાખંડ, મણિપુરમાં આગામી વર્ષ માર્ચમાં વિધાનસભા ચૂંટણીઓનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીનો કાર્યકાળ મે મહિનામાં પૂરો થશે.HS