ચુંટણી પહેલા શિવસેનાને આંચકો : ૨૩ નારાજ કોર્પોરેટરો અને ૩૦૦ કાર્યકર્તાઓને રાજીનામા આપ્યા
મુંબઇ, મહારાષ્ટ્ર ચુંટણી નજીકમાં છે અને તમામ પાર્ટીઓ દ્વારા જારશોરથી તૈયારીઓમાં લાગી ગયા છે પરંતુ વિધાનસભા ચુંટણીની બરોબર પહેલા શિવસેનાને મોટો આંચકો લાગ્યો છે.મહારાષટ્રમાં શિવસેનામાં ટિકિટ વિતરણથી અનેક કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ નારાજ છે આજ કારણે મહારાષ્ટ્રના ૨૬ શિનસેના કોર્પોરેટરો અને લગભગ ૩૦૦ કાર્યકર્તાઓએ પાર્ટી પ્રમુખ ઉદ્વવ ઠાકરેને પોતાના રાજીનામા આપી દીધા છે.આગામી મહારાષ્ટ્ર ચુંટણીમાં બેઠકોની ફાળવણીથી કોર્પોરેટરો અને કાર્યકર્તા નારાજ હોવાથી તેમણે આ પગલુ ઉઠાવ્યો છે.એ યાદ રહે કે મહારાષ્ટ્રમાં ૨૧ ઓકટોબરે મતદાન થનાર છે.
મહારાષ્ટ્ વિધાનસભામાં ૨૮૮ બેટકો છે તેમાં ૨૩૪ સામાન્ય બેઠકો,જયારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનુક્રમે ૨૯ અને ૨૫ બેઠકો અનામત છે. ચુંટણી પંચે મહારાષ્ટ્રમાં ૨૧ ઓકટોબરે એક જ તબક્કામાં ચુંટણી કરાવવાની જાહેરાત કરી છે. મતગણતરી ૨૪ ઓકટોબરના રોજ થશે લોકસભા ચુંટણી ૨૦૧૯માં ભારે બહુમતિની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સત્તામાં વાપસી બાદ આ પહેલી વિધાનસભા ચુંટણી છે મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ નવ નવેમ્બરે પુરો થઇ રહ્યો છે.
૨૦૧૪માં મહારાષ્ટ્રની વિધાનસભાની ૨૮૮ વિધાનસભા બેઠકો માટે થયેલ ચુંટણીમાં ભાજપ ૧૨૨ બેઠકો જીતી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી ભાજપે પહેલીવાર મહારાષ્ટ્રમાં આટલી બેઠકો હાંસલ કરી હતી જયારે કોંગ્રેસ ૪૨ બેઠકોની સાથે ત્રીજા નંબરે રહી ગઇ હતી આ ઉપરાંત શિવસેના ૬૩ બેઠકોની સાથે બીજા નંબર પર રહેનારી પાર્ટી હતી શરદ પવારની એનસીપીને ૪૧ બેઠકો મળી હતી. ભાજપ અને શિવસેનાએ ગઠબંધન કરી સત્તાના સુત્રો સંભાળ્યા હતાં જા કે બંન્ને પક્ષોએ અલગ ચુંટણી લડી હતી ગત વિધાનસભા ચુંટણીમાં ૬૩.૦૮ ટકા મતદાન થયું હતું.