Western Times News

Gujarati News

ચુંટણી સોગંદનામા પર પવાર અને મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે સહિત ચાર લોકોને આઇટીની નોટીસ

મુંબઇ, ચુંટણી સોંગદનામાને લઇ એનસીપી વડા શરદ પવાર, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે તેમના પુત્ર આદિત્ય ઠાકરે અને એનસીપી સાંસદ સુપ્રિયા સુલેને આવકવેરા વિભાગને નોટીસ મોકલી છે આ વાત પવારે એક પત્રકાર પરિષદમાં બતાવી હતી. આ સાથે જ આરોપ લગાવ્યો કે સરકાર પોતાના રાજકીય હરીફોની વિરૂધ્ધ ઇનકમ ટેકસની નોટીસ મોકલી તેમની વિરૂધ્ધ પ્રોપગેંડા રચી રહી છે.

પવારથી જયારે આ બાબતે સવાલ પુછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે કેટલાક લોકોથી તેમને (કેન્દ્ર સરકાર)ને પ્રેમ છે.તેમણે આ દરમિયાન એ પણ કહ્યું કે રાજયસભામાં વિવાદ બાદ બરતરફ આઠ સભ્યોના સમર્થનમાં તે એક દિવસના ઉપવાસ રાખશે આવું કરી તે પણ તેમના આંદોલનને સાથ આપશે.

તેમણે પત્રકારોને કહ્યું કે પ્રદર્શન કરનારા સભ્યોની સાથે મારી એકતા છે આથી હું કંઇ પણ ખાઇશ નહીં રાજયસભામાં બિલ પાસ થવાના મુદ્દા પર તેમણે કહ્યું કે મેંં આ પધ્ધતિથી કયારેય બિલ પાસ થતા જાેયું નથી સરકાર તેને તાકિદે પાસ કરાવવા માંગતી હતી જયારે સભ્યોને તેને લઇ સવાલ હતાં શરૂઆતી તબક્કો એવો જ લાગતો હતો કે તે ચર્ચા ઇચ્છતા નથી જયારે સભ્યોને તેના પર જવાબ મળ્યો નહીં ત્યારે તે ગૃહની વેલમાં આવી ગયા હતાં.

એનસીપીના વડાએ કહ્યું કે આ સભ્યોને પોતાનો મત જાહેર કરવાને લઇ બરતરફ કરવામાં આવ્યા છે. ઉપસભાપતિએ નિયમોને પ્રાથમિકતા આપી નથી પવારે એક આત્મહત્યાના મામલે બોલીવુડના અભિનેતા સુશાંત સિંહ રાજપુતની બાબતે ત્રણ મહીના સુધી વાત કરવામાં આવે છે અન્ય મુદ્દાને નજરઅંદાજ કરવો ઠીક નથી કિસાન પણ આત્મહત્યા કરી રહ્યાં છે સરકારે આ વાત પર પણ ધ્યાન આપવું જાેઇએ.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.