ચૂંટણીના પરિણામો પછી કોંગ્રેસની કવાયતઃ નિરીક્ષકોને જીલ્લાઓમાં મોકલવામાં આવ્યા
માળખુ નાનુ બનાવાશેઃ વિરોધીઓને દરવાજાે દેખાડાશેઃ વિવિધ પ્રજાલક્ષી કાર્યક્રમો અપાશે
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામોએ કોંગ્રેસને જબરજસ્ત રાજકીય રીતે ઝટકો આપ્યો છે. પરિણામોને જાેયા પછી ગુજરાત કોંગ્રેેેસે આગામી વિધાન સભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તડામાર તૈયારીઓ શરૂં કરી દીધી છે. જરૂર પડ્યે ગુજરાત કોંગ્રેસના માળખા સહિત તમામ સ્તરે મોટાપાયેે ફેરફારો કરવાનું મન મનાવી લેવામાં આવ્યુ છે. દરમ્યાનમાં કોંગ્રેેસના નિરીક્ષકોને તૈયારીઓ માટેે ગામેગામ મોકલી દેવામાં આવ્યા છે.
આગામી દિવસોમાં પ્રજાલક્ષી કાર્યકર્મોની રૂપરેખા ઘડી કાઢવામાં આવશે. ગુજરાત કોંગ્રેસના એક વરિષ્ઠ અગ્રણીના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસને મજબુત કરવા અભિયાન શર કરાયુ હોવાનું કોંગ્રેસના વર્તુળોમાંથી જાણવા મળેલ છે.
બીજી તરફ પ્રદેશ માળખુ પણ જમ્બો બનાવવાની જગ્યાએ નાનુ બનાવવા ની વિચારણા ચાલી રહી છે. એ વિવિધ સેલની અંદર મોટા ફેરફારોને અવકાશ રહેલો છે. કોંગ્રેસના તમામ સેલના આગેવાનો-કાર્યકરોને મેદાનમાં ઉતરી પ્રજાલક્ષી કામગીરી સાથે વિવિધ કાર્યક્રમોમાં જાેડાવા માટે નિર્દેશ મળી ગયા હોવાનું કહેવાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પાર્ટીમાં વિઘ્ન-સંતોષીઓને જરૂર પડ્યે તો પક્ષમાંથી બહાર કાઢવા સુધ્ધાની તૈયારીઓ રાખવામાં આવી છે. શિસ્તની બાબતમાં પક્ષના મોવડીઓ કચાશ રાખવા માગતા નથી.
ગુજરાત કોંગ્રેસની રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા ધારાસભ્યોનું એક પ્રતિનિધિ મંડળ ટૂંક સમયમાં દિલ્હી રવાના થનાર છે. તેઓ રાહુલ ગાંધીને મળીને તેમની રજુઆતો કરશે. આગામી વિધાન સભાની ચૂંટણીમાં કોંગ્રેસ સારો દેખાવ કરેે એ માટેે ખાસ સુચનો પણ પક્ષના આગેવાનો તરફથી કરાશે.