Western Times News

Gujarati News

ચૂંટણીની રેલીમાં પણ છવાયો વેલેન્ટાઇન્સ ડે નો માહોલ

ખોખરા વોર્ડના ભાજપના ઉમેદવારની રેલીમાં લાલ કલરના દિલ આકારના ફુગ્ગા આકર્ષણનું કેન્દ્ર

અમદાવાદ, રવિવારે વેલેન્ટાઈન ડે હતો.  પ્રેમના દિવસની પ્રેમી પંખીડા એક બીજાને ગુલાબનું ફૂલ અથવા ગિફ્ટ આપી ઉજવણી કરે છે.પરંતુ આજે એટલે રવિવારની રજા સાથે વેલેન્ટાઈન ડે એટલે રિવરફ્રન્ટ પર વિશેષ માહોલ છે તે જાેવા મળ્યો. વેલેન્ટાઈન ડેના દિવસે રિવરફ્રન્ટ ખાતે પ્રેમી પંખીડા વધુ જાેવા મળતા હોય છે. પરંતુ આજે પ્રેમી પંખીડા સાથે પરિવાર સાથે પણ વેલેન્ટાઈન ડે ની એક બીજાને ગુલાબ આપીને ઊજવણી કરવામાં આવી છે.

રિવરફ્રન્ટ નો માહોલ અલગ જાેવા મળ્યો.મ્યુઝિક, મસ્તી,સાથે લોકો મોજમાં જાેવા મળ્યા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ વેલેન્ટાઈન ડે નિમિત્તે માહોલ જાેવા મળ્યો.ભાજપની રેલીમાં હમેશાં કેસરી કલર જાેવા મળે તે પછી ફૂલ હોય ખેસ હોય કે પછી ફુગ્ગા હોય.

પરંતુ મહાનગરપાલિકાની ચૂંટણી પ્રચારમાં ખોખરા વોર્ડના ઉમેદવાર ની રેલીમાં આજે વેલેન્ટાઈન ડે નિમિતે દિલ આકારના લાલ કલરના ફુગ્ગા જાેવા મળ્યા છે.જાે કે ખોખરા વોર્ડના ભાજપના ઉમેદવાર ની રેલીમાં લાલ કલરના દિલ આકાર ના ફુગ્ગા આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

આ રેલીમાં ઉમેદવારના પ્રચાર માટે ખાસ રેડ કલરના ફૂગ્ગાઓ સેફ્રોન ફૂગ્ગાઓની વચ્ચે મૂકવામાં આવ્યા હતા. આમ કેસરિયા ભાજપના ઉમેદવારોએ પણ પ્રેમના આ દિવસે મતદારોને રિઝવવવા માટે રેડ બલૂનનો સહારો લીધો હતો. અમદાવાદ રીવરફ્રન્ટ પર અનેક મિત્રો પોતાના પરિવાર અને પ્રેમિકાઓ સાથે મળવા માટે પહોંચ્યા હતા. આ ગ્રુપે તો સહપરિવાર એકઠા થઈને રીવરફ્રન્ટ પર ઊજવણી કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.