ચૂંટણીમાં ભાજપનું નવુ સૂત્રઃ ‘હો જાઓ તૈયાર સાથીઓ, હો જાઓ તૈયાર’

પ્રતિકાત્મક
‘મેરા બુથ સબસે મજબુત’ ભાજપના કાર્યકરોને પક્ષનું આહ્વાનઃ પ્રદેશ નેતાગીરીની કાર્યક્રમો પર બાજ નજર
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, ‘હો જાઓ તૈયાર સાથીઓ, હો જાઓ તૈયાર’ ચૂંટણીના યુધ્ધના મેદાનમાં ઉતરવા માટે ભાજપના કાર્યકરોનુૃ આહ્વાન કરતું આ ગીત ભાજપની વોર્ડ કારોબારીમાં ગાવામાં આવે છે. ત્યાર પછી કારોબારીની શરૂઆત થાય છે. પ્રદેશ ભાજની નેતાગીરીએ ચૂંટણી કવાયત જબરજસ્ત હાથ ધરી છે.
પ્રદેશ કારોબારીની બેઠક યોજાઈ ગયા પછી શહેર કારોબારીની બેઠક મળે છે. તેમાં પ્રદેશ કારોબારીનો ઠરાવ વાંચી સંભળાવવામાં આવે છે. ત્યાર પછી આ ઠરાવ વોર્ડ સમિતિમાં વાંચવામાં આવે છે.
હાલમાં શહેરમાં તમામ વોર્ડદીઠ વોર્ડ કારોબારીની બેઠક યોજાઈ રહી છે. ભાજપના આગેવાનો વોર્ડ કારોબારીને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યુ છે. ‘વોર્ડ સમિતિમાં એક નવુૃ સ્લોગન આપવામાં આવી રહ્યુ છે.
જેમ પહેલાં ‘મોદી હૈ તો મુમકીન હૈ’ સ્લોગન અપાયુ હતુ. તેમ આ વખતે ’મેરા બુથ સબસે મજબુત’ સ્લોગન આપવામાં આવ્યુ છે. વોર્ડની બેઠકોમાં વોર્ડના હોદ્દેદારો, પેજ પ્રમુખો, કાર્યકરો, સ્થાનિક શક્તિ કેન્દ્રના પ્રમુખો, કારોબારી મેમ્બરો, પૂૃવ કાઉન્સીલરો સહિત ૧પ૦-ર૦૦ લોકોની મીટીંગ યોજાઈ રહી છે.
આ વખતે મીટીંગમાં પૂર્વ કાઉન્સીલરોને વિશેષ મહત્ત્વ આપીને તેમને અગાળની હરોળમાં બેસાડવામાં આવી રહ્યા છે. પૂર્વ કાઉન્સીલરો પાસેથી અભિપ્રાયો મેળવવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ મોવડીઓ તરફથી ‘ટોપ ટુ બોટમ’ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.
પહેલાં શક્તિ કેન્દ્રોમાં ‘ટીફીન બેઠકોનું આયોજન શરૂ કરવામાં આવ્યુ છે, બીજી તરફ ‘પરિચય મીટીંગો પણ યોજવામાં આવી રહી છે. ભાજપના પ્રદેશ આગેવાનો શહેર વોર્ડની યોજાતી તમામ બેઠકો પર નજર રાખી રહ્યા છે. અને ઝીણામાં ઝીણી વિગતોથી વાકેફ થઈ રહ્યા છે. આ વખતની વિધાન સભાની યોજાનારી ચૂંટણી રાજકીય પક્ષો માટે અગ્નિપરીક્ષા સમાન હશે. શાસક ભાજપ સામે મોંઘવારી સહિતના અનેક મુદ્દાઓ છે તે ન ભૂલવુ જાેઈએ.