ચૂંટણીમાં હાર પછી કોંગ્રેસમાં ઓલ ઈન્ડીયા લેવલે તમામ બોડીમાં ચૂંટણી યોજવા લાગણી
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, પાંચ રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજય પછી કાર્યકરોમાં નેશનલ લેવલેથી સુધારા-વધારા કરવા માટે શરૂઆત કરવી જાેઈએ એવી લાગણી પ્રવર્તી રહી છે. ગુજરાત કોંંગ્રેસના યુવા નેતા નિશીથ સિંગાપુરવાલાના જણાવ્યા અનુસાર છેક પ્રદેશ કક્ષાએથી લઈને ઓલ ઈન્ડીયા કક્ષા સુધી ચૂંટણી યોજાવી જાેઈએ.
અધ્યક્ષની નિમણુૃક પણ પક્ષમાં મતદાન મારફતે થવી જાેઈએ. ખાસ કરીને કોઈ ચોક્કસ પરિાવરમાંથી વ્યક્તિઓને વર્ષો સુધી પદ પર મુકવાની નીતિ દૂર થવી જરૂરી છે. પક્ષની અંદર ઘણા સારા-અનુભવી નેતા આગેવાનો છે તેમનેે જવાબદારી સોંપવી જાેઈએ.
ખાસ કરીને સીનિયર કોંગી આગેવાનોને સાઈડ ટ્રેક કરવાની જગ્યાએ તેમના અનુભવનો લાભ લેવાની સાથે તેમનું માન-સન્માન જળવાય એ પ્રકારનું વર્તન રાખવુ પડશે. તો પક્ષની અંદર ચોક્કસ જવાબદારી નક્કી કરવાની રહેશે. જેમણે ઉમેદવાર અંગે ભલામણ કરી હોય તો ચૂંટણીના પરિણામો આવે તો જેમણે ભલામણ કરી હોય તેમની જવાબદારી નક્કી કરી તેમની સામે જરૂરી પગલાં લેવા જાેઈએ.
કોંગ્રેસમાં સભ્ય ઝુંબેશની પ્રક્રિયા અને તમામ બોડીમાં ચૂંટણી છેક ઓલ ઈન્ડીયા લેવલ સુધી થાય એવુ વલણ અપનાવવુ પડશે. સતત હારતા નેતાઓના નેતૃંત્વ હેઠળથી બહાર નીકળીને અન્ય કોઈને પક્ષના સંચાલનની જવાબદારી સુપ્રત કરાશે તો જ તેની અસર ચૂંટણીઓમાં વર્તાતી જાેવા મળશે.