ચૂંટણી જાહેર નહીં થાય ત્યાં સુધી કોઈ સાથે વાત નહીં કરૂં: ઈમરાન
નવી દિલ્હી, પાકિસ્તાનમાં સત્તા ગુમાવનારા પૂર્વ પીએમ ઈમરાનખાને હવે એલાન કર્યુ છે કે, જ્યાં સુધી ચૂંટણીની તારીખો જાહેર નહીં થાય ત્યાં સુધી હું કોઈની સાથે વાત નહીં કરુ.
તેમણે કહ્યુ હતુ કે, મને આશા નહોતી કે ગુનેગારોને સત્તા સોંપી દેવામાં આવશે, શું પાકિસ્તાનના ભવિષ્યની તેમને કોઈ ચિંતા નથી? આવા લોકોને સત્તા સોંપી તેના કરતા તો પાકિસ્તાન પર અણુ બોમ્બ ફેંક્યો હોત તો વધારે સારૂ થતુ.
તેમણે કહ્યુ હતુ કે, સરકારના તંત્ર સાથે તો મારા સબંધો છેવટ સુધી સારા હતા. માત્ર બે મુદ્દા પર મતભેદ હતા અને તેમાંનો એક હતો આઈએઆઈના ચીફ બનાવવાનો..
ઈમરાનખાને એમ પણ કહ્યુ હતુ કે, જાે ચૂંટણીઓની જાહેરાત વહેલી તકે નહીં કરવામાં આવે તો જનતાના વિરોધનો ઈસ્લામાબાદને સામનો કરવો પડશે. આજે પાકિસ્તાનમાં શેર બજાર નીચે પડી રહ્યુ છે, ડોલર સામે પાકિસ્તાની રૂપિયો ૨૦૦ ની નજીક પહોંચી ગયો છે અને બધુ જ મોંઘુ થઈ રહ્યુ છે. મીડિયાએ જે રીતે મારી સરકાર વખતે મોંઘવારી પર લોકોએ ચર્ચા કરી હતી તે જ રીતે આજે પણ ચર્ચા કરવી જાેઈએ.SSS