ચૂંટણી પહેલા જ મેઘાલયમાં ભાજપ-કોંગ્રેસ એક જ ગઠબંધનમાં આવી ગયા
શિલોગ, મેઘાલયમાં કોંગ્રેસના તમામ પાંચ ધારાસભ્યો ભાજપ સમર્થિત સત્તાધારી મેઘાલય ડેમોક્રેટિક એલાયન્સમાં જાેડાયા ગયા. હવે રાજ્ય વિધાનસભામાં વિપક્ષમાં માત્ર મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ જ વિપક્ષમાં રહી ગઇ છે.
જાેકે કોંગ્રેસ વિધાયક દળના નેતા એમ્પારિન લિંગદોહે કહ્યું, “અમે ભલે એમડીએમાં જાેડાયા હોઈએ પરંતુ કોંગ્રેસનો ભાગ બનીને રહીશું.” તમને જણાવી દઈએ કે આવતા વર્ષે મેઘાલયમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે, તેથી આ પગલું કોંગ્રેસ માટે મોટા ઝટકા સમાન છે.
નેશનલ પીપલ્સ પાર્ટીના વડા કોનરાડ સંગમાએ કહ્યું,”અમને કોંગ્રેસના ધારાસભ્યોનું સ્વાગત કરવામાં આનંદ થાય છે જેમણે સત્તાવાર રીતે BJP સરકારને સમર્થન આપવાનું વચન આપ્યું છે. અમે લોકો રાજ્યના હિતમાં સરકારને મજબૂત કરવા એમડીએના બેનર હેઠળ સાથે મળીને કામ કરીશું.”
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પૂર્વ મુખ્યમંત્રી મુકુલ સંગમા સહિત ૧૨ ધારાસભ્યો કોંગ્રેસ છોડીને તૃણમૂલ કોંગ્રેસમાં જાેડાયા હતા. આ પછી મેઘાલય વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ઘટીને પાંચ થઈ ગઈ હતી, જ્યારે શરૂઆતમાં વિરોધ પક્ષના ગૃહમાં ૧૭ સભ્યો હતા. કોંગ્રેસ લેજિસ્લેચર પાર્ટીએ ઔપચારિક રીતે મુખ્યમંત્રી કોનરાડ કે સંગમાને સમર્થનનો પત્ર આપ્યો છે.
પત્ર પર કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા એમ્પારિન લિંગદોહ, ધારાસભ્યો પીટી સોકમી, મેર્લબોર્ન સિએમ, કેએસ મારબાનિયાંગ અને મોહેન્દ્રો રાપસાંગે હસ્તાક્ષર કર્યા હતા. પત્રની નકલ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ મોકલવામાં આવી છે.
લિંગદોહે મુખ્યમંત્રી સાથે કોંગ્રેસના ધારાસભ્યોની તસવીર પણ ટ્વીટર પર શેર કરી અને લખ્યું, “મેઘાલય કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજ્યના લોકો, ખાસ કરીને અમારા મતવિસ્તારના હિતમાં મેઘાલય ડેમોક્રેટિક અલાયન્સ પ્રશાસનમાં જાેડાવાનું વચન આપ્યું છે.” .
ઉલ્લેખનીય છે કે ભાજપ નેશનલ પીપલ્સ પાર્ટીના નેતૃત્વવાળા સ્ડ્ઢછને સમર્થન આપી રહી છે. ભાજપના ધારાસભ્ય સોનબોર શુલઈ પણ મેઘાલય સરકારમાં મંત્રી છે.કોંગ્રેસના ધારાસભ્યો શાસક ગઠબંધનમાં જાેડાયા પછી, વિધાનસભામાં વિરોધ પક્ષ તરીકે માત્ર તૃણમૂલ કોંગ્રેસ જ બચી છે. તૃણમૂલ પાર્ટીએ ટ્વીટ કર્યું કે, “ભ્રષ્ટ અને સત્તાના ભૂખ્યા લોકોએ સત્તાવાર રીતે હાથ મિલાવ્યા છે.”HS