ચૂંટણી પહેલા ડોકટરો બાદ અધ્યાપકો મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા
ગાંધીનગર, વિધાનસભાની ચૂંટણી લઇ હવે ગણતરી મહિનાઓ બાકી રહ્યા છે તે પહેલા ફરી એકવાર ભાજપમાં ભરતી મેળો પુરજાેશમાં ચાલી રહ્યો છે.ગુજરાતમાં પ્રચંડ જીતના નેમ સાથે ભાજપ આક્રમક મૂડમાં જાેવા મળી રહી છે ભાજપમાં ભરતી મેળાને લઇ સોળે કળાઓ ખીલી ઉઠી છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના નેમ ગુજરાતમાં ૧૫૦ સીટો પ્લસ સીટોને સર કરવા ભાજપ પૂરજાેશ તૌયારીમાં જાેતરાઇ ગઇ છે.
થોડાક દિવસ આગાઉ કેટલાક ભાજપના પૂર્વ ધારાસભ્યોની ઘરવાપસી થઇ હતી ચૂંટણી પહેલા ભાજપ ડેમેજ કંન્ટ્રોલ કરવા સફળ દેખાઇ રહી છે.તાજેતરમાં ૨૦૦ થી વધુ સવિલ હોસ્પિટલના તબીબો સહિત સુપરિટેન્ડને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો અને આજે ૨૫૦ વધુ અધ્યાપકો કમલમ ખાતે ભાજપનો ભગવો ધારણ કર્યો છે.
જેમાં અધ્યાપકોએ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિતિમાં ભાજપમાં સમલિપ્ત થયા હતા ધીમે -ધીમે જુદા-જુદા વ્યવસાયના લોકો ભાજપની વિચારધારા સાથે જાેડાઇ રહ્યા છે.HS