Western Times News

Gujarati News

ચૂંટણી પૂર્વે ‘શક્તિ કેન્દ્રો’માં ભાજપની ટીફીન બેઠકોનો ધમધમાટ

મહેસાણા

અમદાવાદના તમામ વોર્ડમાં ટીફીન બેઠકોની શરૂઆત થતાં ભાજપના આગેવાનો-કાર્યકરોમાં ઉત્સાહ

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, ગુજરાતમાં વિધાન સભાની ચૂંટણીને લઈને થઈ રહેલી અનેક પ્રકારની અટકળોની વચ્ચે ભારતીય જનતા પાર્ટીની દર શનિવારે શક્તિ કેન્દ્રોમાં ટીફીન બેેઠકની શરૂઆત થઈ ગઈ છે.

ટીફીન બેઠકમાં આગામી ચૂંટણીના સંદર્ભમાં સ્થાનિક વિસ્તારના પ્રશ્નો- સમસ્યાઓ તથા આવનાર ભાવિ કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરવાની સાથે ચર્ચા-વિચારણા હાથ ધરાતી હોય છે. વિધાન સભાની ચૂંટણીના ભણકારા વચ્ચે ભાજપ બુથ લેવલ સુધીની તૈયારીઓની શરૂઆત કરી છે.

તાજેતરમાં મહેસાણા જીલ્લા ભાજપ કાર્યાલય કમલમ્ ખાતે જીલ્લાના આગેવાન કાર્યકરો સાથે બેઠક લીધી. પ્રદેશ બેઠકમાં આગામી કાર્યક્રમો માટે થયેલ ચર્ચા મુજબ પેજ સમિતિનું કામકાજ સત્વરે પૂર્ણ કરવા તથા ટીફીન બેઠકો પ્રદેશે આપેલ આયોજન પ્રમાણે કરવા સૌને અપીલ કરી.

અત્રે ઉલ્લેખનીય છે કે ટીફીન બેઠક દર શનિવારે સાંજના સમયે યોજાય છે. જેમાં આવનાર દરેક આગેવાન કાર્યકર પોતાના ઘરેથી ટીફીનમાં જમવાનુૃ લઈને આવે છે. કોઈપણ શાળામાં આ બેઠક યોજાય છે. જેને ભાજપ તરફથી ‘શક્તિ કેન્દ્ર’ નામ આપવામાં આવ્યુ છે. દરેક વોર્ડમાં આ પ્રકારે શક્તિ કેન્દ્રોમાં બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છેે.

એક તરફ કુદરતી કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે ગુજરાતમાં રાજકીય ગરમાવાની શરૂઆત થઈ ગઈ છેે. ભાજપ તરફથી અમદાવાદના ૪૮ વોર્ડમાં શક્તિ કેન્દ્રોમાં ટીફીન બેઠકો શરૂ થઈ ગઈ છે.

ટીફીન બેઠકોમાં આગેવાનો-કાર્યકરો ખુબ જ ઉત્સાહભેર આવી રહ્યા હોવાનુૃં કહેવાય છે. ઉદાહરણ તરીકે જાેઈએ તો ૧ લાખ મતદારો હોય એવા વોર્ડમાં ૮પ થી૯૦ બુથ હોય છે. એક અંદાજ પ્રમાણે એક સ્કુલમાં ચાર બુથ હોય તો તે સ્કુલને શક્તિ કેન્દ્ર કહેવામાં આવે છે.

અમદાવાદના ૪૮ વોર્ડમાં આ પ્રકારે શક્તિ કેન્દ્રોમાં ટીફીન બેઠકની શરૂઆત થઈ ગઈ છે. દરેક શક્તિ કેન્દ્રના પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી તથા ખજાનચી હોય છે અંદાજે પાંચ જણાની કમિટી હોવાની સાથે અન્ય કાર્યકરો આગેવાનો ટીફીન બેઠકમાં જાેડાય છે. જ્યાં ભાવિ કાર્યક્રમો અંગે ચર્ચા થાય છે.

ભાજપ તરફથી દરેક વોર્ડમાં ટીફીન બેઠકોની શરૂઆત થઈ ગઈ છે. જેને કારણે છેક બુથ લેવલ કક્ષા સુધીનો કાર્યકર ચાર્જ થઈ ગયો છે. મતલબ એ કે ભાજપના આગેવાનો કાર્યકરો જ્યારે પણ ચૂંટણી આવે સજ્જ થઈ રહ્યા છે. તેમ ભાજપના આગેવાનોએ દાવો કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.