ચૂંટણી પ્રચાર અને રેલીઓમાં કોરોના ભૂલાયો
૬ મહાનગરપાલિકામાં ચુંટણી પ્રચાર સંપન્ન-ભાજપ અને કોંગ્રેસે વોર્ડ વાઈઝ ઝંઝાવાતી પ્રચારનું આયોજન કરી દિગ્ગજ નેતાઓ મતદારોને રિઝવવા પ્રચાર કર્યો હતો.
અમદાવાદ, ૬ મહાનગર પાલિકાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા હતાં ચુંટણીના અંતિમ દિવસે તમામ રાજકીય પાર્ટીઓ એડીચોટીનું જાેર લગાવી દીધુ હતું અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગર પાલિકા માટે શુક્રવારે પ્રચાર પુરો થયો હતો આ પહેલા ભાજપ અને કોંગ્રેસ સહિતની પાર્ટીઓ અને ઉમેદવારો મતદારોને રિઝવવા માટે પુરજાેશમાં પ્રચાર કર્યો હતો.
જેમાં અમદાવાદમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનો મેગા રોડ શો યોજવામાં આવ્યો હતો. જ્યારે રાજકોટ મહાનગર પાલિકાના ૧૮ વોર્ડમાં વિશાળ બાઈક રેલી યોજી ભાજપ પ્રચંડ પ્રચાર કર્યો હતો. તો વડોદરામાં ભાજપ અને કોંગ્રેસે વોર્ડ વાઈઝ ઝંઝાવાતી પ્રચારનું આયોજન કરી દિગ્ગજ નેતાઓ મતદારોને રિઝવવા પ્રચાર કર્યો હતો.
હવે ચુંટણી પડઘમ શાંથ થઈ જતા માત્ર ડોર ટૂ ડોર અને ખાટલા બેઠક યોજી પ્રચાર કરી શકાશે. તેઓ રેલીઓ કે જાહેરસભા કરી શકશે નહીં ૨૧ ફેબ્રુઆરીએ ૬ મહાનગર પાલિકાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે અમદાવાદના ચાંદખેડા વોર્ડમાં કોંગ્રેસ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરાયું હતું.
જેમાં પૂર્વ વિપક્ષી નેતા દિનેશ શર્માએ મોટું શક્તિ પ્રદર્શન કર્યું હતું આ રેલીમાં સેંકડોની સંખ્યામાં કાર અને બાઈક સાથે કોંગ્રેસ ટેકેદારો રેલીમાં જાેડાયા હતાં. રેલીમાં નીકળેલા દિનેશ શર્માએ કહ્યું કે, ગત ટર્મના ભાજપના કોર્પોરેટરથી પ્રજા કંટાળી છે. પ્રજાકીય કામો કરવામાં ભાજપ નિષ્ફળ રહ્યું છે. ભાવનગરમાં કોંગ્રેસ ના સિનિયર નેતા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ સભા ગજવી હતી.