Western Times News

Gujarati News

ચૂંટણી મોકૂફ રહી શકે છે, તો બોર્ડની પરીક્ષા કેમ નહિ?

પ્રતિકાત્મક

કોરોનાને કારણે રાજ્યની તમામ સરકારી અને ખાનગી કોલેજાેમાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય ઑફલાઈન બંધ કરાયુ છે

અમદાવાદ,કોરોનાકાળમાં હાલ તમામ પ્રકારની શૈક્ષણિક કામગીરી ઓનલાઈન ચાલી રહી છે. કોરોનાએ હાહાકાર મચાવતા રાજ્યની તમામ સરકારી અને ખાનગી કોલેજાેમાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય ઑફલાઈન બંધ કરાયુ છે. આગામી ૩૦મી એપ્રિલ સુધી ઓનલાઈન શિક્ષણ રહેશે. જાેકે, સરકારની આ જાહેરાત વચ્ચે શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે.

ધોરણ ૧ થી ૮ તેમજ કોલેજના ઓફલાઈન વર્ગ બંધ કરવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે, પણ ધોરણ ૯ થી ૧૨ ના વર્ગો માટેની જાહેરાત કરવાનું સરકાર ભૂલી ગઈ છે. આ વિશે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું કે, સ્કૂલ સંચાલકો પણ અસમંજસની સ્થિતિમાં મૂકાયા છે. અગાઉ સરકારે ઓફલાઈન વર્ગ શરૂ કરતાં પહેલાં વાલી પાસેથી ફરજિયાત પરવાનગી માંગી હતી.

પરંતુ વધતા કોરોના સંક્રમણને પગલે રાજ્ય સરકારે કોલેજાે ૩૦ એપ્રિલ સુધી બંધ રાખવાની જાહેરાત કરી, પણ ધોરણ ૯ થી ૧૨ માટે કોઈ જાહેરાત ના કરી. ભાસ્કર પટેલે વધુમાં કહ્યું કે, શિક્ષણ વિભાગ પેરાલાઈઝ્‌ડ થઈ ગયું છે. સરકારે ધોરણ ૧ થી ૯ બંધ રાખવાની જાહેરાત કરી, પણ પરિપત્ર માત્ર ધોરણ ૧ થી ૮ માટે કર્યો, ધોરણ ૯નો ક્યાંય ઉલ્લેખ નથી. કોલેજાે ૩૦ એપ્રિલ સુધી બંધ કરી પણ બોર્ડના બાળકો માટે કોઈ જાહેરાત નથી કરી.

બોર્ડની પરીક્ષાને ગણતરીનો સમય બાકી છે છતાંય પરીક્ષા અંગે કોઈ જાહેરાત કરાઈ રહી નથી. બાળકો સાથે વાલીઓ પણ ચિંતિત છે. હાલની સ્થિતિ જાેતા બોર્ડની પરીક્ષા ૧ મહિનો પાછી ઠેલવવી જાેઈએ. તેમણે કહ્યું કે, બોર્ડની પણ ચૂંટણીની તારીખ જાહેર થઈ છે, ઉમેદવાર નક્કી થયા છે, પણ જાે ગાંધીનગર મનપાની ચૂંટણી મોકૂફ રહી છે તો બોર્ડની પરીક્ષા કેમ મોકૂફ નથી રખાતી.

હાલ વધી રહેલા કેસોને જાેતા સરકારે ૧ થી ૫ ના વિદ્યાર્થીઓ માટે માસ પ્રમોશન અંગે અથવા અગાઉ લેવાયેલી પરીક્ષાના માર્ક મુજબ રિઝલ્ટ તૈયાર કરી લેવું જાેઈએ. સરકારે બાળકોનું ધ્યાન રાખીને તાત્કાલિક ધોરણ ૯ થી ૧૨ ના વર્ગો બંધ કરવા સત્તાવાર આદેશ કરવો જાેઈએ, ડીઈઓને તે અંગે જાણ કરી આદેશ આપવો જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.