ચૂંટણી સમયે કેન્દ્રની તિજોરી છલકાઇઃ ૨ લાખ કરોડને પાર પહોંચ્યું GST કલેક્શન
(એજન્સી)નવી દિલ્હી, જીએસટી મોરચે એક નવો રેકોર્ડ બન્યો છે. હકીકતમાં, એપ્રિલ ૨૦૨૪માં અત્યાર સુધીમાં સૌથી વધુ જીએસટી રેવન્યુ કલેક્શન થયું છે. આ આંકડો રૂ. ૨.૧૦ લાખ કરોડને પાર કરી ગયો છે.
વાર્ષિક ધોરણે કુલ આવકમાં ૧૨.૪%નો વધારો થયો છે. રિફંડ પછી નેટ જીએસટી ૧.૯૨ લાખ કરોડ રહ્યો. જેમાં વાર્ષિક ધોરણે ૧૭.૧%નો વધારો થયો છે. એપ્રિલ, ૨૦૨૪ના મહિનામાં કેન્દ્ર સરકારે આઈજીએસટીથી સીજીએસટીને ૫૦,૩૦૭ કરોડ અને એસજીએસટીને ૪૧,૬૦૦ કરોડની પતાવટ કરી હતી.
તમને જણાવી દઈએ કે માર્ચ ૨૦૨૪માં જીએસટી રેવન્યુ કલેક્શન વાર્ષિક ધોરણે ૧૧.૫ ટકાના વધારા સાથે ૧.૭૮ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઃ ૪૩,૮૪૬ કરોડ, સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઃ ૫૩,૫૩૮ કરોડ,
ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઃ ૯૯,૬૨૩ કરોડ, સેસઃ ૧૩,૨૬૦ કરોડ, નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે કુલ જીએસટી કલેક્શન રૂ. ૨૦.૧૮ લાખ કરોડ હતું, જે અગાઉના વર્ષની રૂ. ૨૦ લાખ કરોડની આવક કરતાં વધુ છે, જે ૧૧.૭ ટકાનો વધારો દર્શાવે છે.