ચૂંટણી હારી ગયા તો રસ્તા જ ખોદી કાઢયા, ૫ ગામથી સંપર્ક તૂટ્યો

પ્રતિકાત્મક
પટણા, બિહારમાં અત્યારે પંચાયત ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. શરૂઆતના ત્રણ તબક્કાના પરિણામો જાહેર થયા બાદ એક ગામમાંથી વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે.
હકીકતમાં, પ્રમુખ પદના એક ઉમેદવારને ચૂંટણી હારી જવાને કારણે એટલો વસમો આઘાત લાગ્યો કે આ મહાશયે ઉશ્કેરાટમાં આવીને ગામાના રસ્તા જ ખોદી નાખ્યા, જેને કારણે ૫ ગામના લોકોનો મુખ્ય સંપર્ક જ કપાઇ ગયો છે. વાહનોની અવર જવર બંધ થઇ ગઇ છે અને લોકોને ચાલતા આવવામાં પણ મુશ્કેલી પડી રહી છે.
જાણવા મળેલી માહિતી મુજબ આ અજીબ કિસ્સો બિહારના ગયા ગામનો છે. ગયા ગામ પંચાયતની ચૂંટણીમાં એક ઉમેદવાર પોતાની હારથી એટલો નારાજ થયો કે તેણે રસ્તા ખોદી કાઢયા છે. ગયા ગામની તેતર પંચાયતના પ્રમુખ પદની ચૂંટણીના ઉમેદવાર ધીરેન્દ્ર યાદવની હાર થઇ હતી તો તેનાથી હાર સહન થઇ નહોતી અને તે મગજ પરનો કાબુ ગુમાવી દીધો હતો.
પંચાયતની ચૂંટણીના ત્રીજા તબક્કાના પરિણામ જાહેર થયા તેમાં ધીરેન્દ્ર યાદવ હારી ગયો હતો તો તેણે પહેલાં ગામના લોકો પર દગો આપવાનો આરોપ લગાવ્યો હતો અને ગુસ્સામાં આવીને ૫ ગામોને જાેડતા રસ્તો ખોદીને સંપર્ક કાપી નાંખ્યો હતો. ધીરેન્દ્રની આ મુર્ખામીને કારણે ૫ ગામના લોકોની વાહનની અવરજવર બંધ થઇ ગઇ હતી.
તેતર પંચાયતની ચૂંટણીમાં પ્રમુખની ચૂંટણીમાં કુલ ૧૬ ઉમેદવારો ઉભા હતા, જેમાં ૧ ઉમેદવાર ધીરેન્દ્ર યાદવની હાર થઇ હતી જે તે પચાવી શક્યો નહોતો. આ ચૂંટણીમાં ગામનો પૂર્વ પંચાયત પ્રમુખ શિલ્પી સિંહે પણ ઉમેદવારી નોંધાવી હતી. શિલ્પી સિંહને ગામના લોકોએ ફરી પ્રમુખ બનાવ્યો હતો.
ધીરેન્દ્ર યાદવે ગામનો જે રસ્તો ખોદી કાઢયો હતો તેને કારણે ચરવારા, જમુનાપુર, નાઓડિહા, સોહાડી, સીતારામપુર જેવા ૫ ગામોનો સંપર્ક કપાઇ ગયો હતો. કારણ કે આ ગામોને જાેડતો આ મુખ્ય રસ્તો છે.
ગામના લોકોએ પોલીસને જાણ કરી હતી, પરંતુ હજુ સુધી કોઇ નિરિક્ષણ કરવા આવ્યું ન હોવાનો ગામના લોકોએ આરોપ લગાવ્યો હતો.તેતર પંચાયતના નવા નિમાયેલા પ્રમુખ શિલ્પી સિંહે કહ્યુ હતું કે, આ ઘટનાને કારણે ગામના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે મુખ્યમંત્રી નિતિશ કુમારને પણ જાણ કરવામાં આવી છે.HS